28 February, 2026 03:15 PM IST | Mumbai | Darshini Vashi
કુલ્ફી પ્રોજેક્ટ
ગરમીની મોસમ ઑલરેડી શરૂ થઈ ગઈ છે. આ ગરમીની સીઝનમાં તમને કંઈક નવું અને મજેદાર ડિઝર્ટ ટ્રાય કરવાની ઇચ્છા હોય તો તમારે માટે કંઈક નવું આવ્યું છે, પરંતુ હા, એ માટે તમારે નવી મુંબઈ સુધી લાંબા થવું પડશે. વાત જાણે એમ છે કે નવી મુંબઈમાં એક ડિઝર્ટ શૉપ આવેલી છે જ્યાં જાતજાતની કુલ્ફી તો મળે જ છે પણ અહીં વૉફલ્સની સાથે કુલ્ફી અને રબડીના કૉમ્બિનેશનને રજૂ કરવામાં આવ્યું છે જે કંઈક નવું છે.
નવી મુંબઈના સીવુડ્સ વિસ્તારમાં આવેલી કુલ્ફી પ્રોજેક્ટના ઓનર સુનીલ પૉલ કહે છે, ‘અમારે ત્યાં ૧૦૦ ટકા પ્યૉર માવાની કુલ્ફી મળે છે. કોઈ પણ પ્રકારનો કલર અને પ્રિઝર્વેટિવ અમે વાપરતા નથી, જેની અમે ગૅરન્ટી પણ આપીએ છીએ. અમારી આ જ ખાસિયતને ધ્યાનમાં રાખીને અમે વૉફલ્સની સાથે કુલ્ફી રજૂ કરી છે જે સૉફ્ટની સાથે ક્રન્ચીનેસની ફીલિંગ પણ આપશે. વૉફલ્સ સાથે કુલ્ફી અને રબડી તદ્દન નવું કૉમ્બિનેશન છે જે લોકોને પસંદ પડી રહ્યું છે. તેમ જ ફુલ્ફીમાં પણ અમે માવા બનાના કુલ્ફી, માવા અંજીર મલાઈ કુલ્ફી, માવા ખજૂર કુલ્ફી પણ લૉન્ચ કરી છે.’
અંજીર કુલ્ફી ફાલૂદા રૂ. 130 અને રોસ્ટેડ આમન્ડ વૉફલ કુલ્ફી રૂ. 180
અહીં કુલ્ફી ઇનહાઉસ જ બને છે અને વૉફલ્સ કુલ્ફીની વાત કરીએ તો એ હથેળી કરતાં થોડી મોટી સાઇઝના વૉફલ્સ આવે છે જેની ઉપર કુલ્ફીના ટુકડા, રબડી અને ડ્રાયફ્રૂટ નાખીને પીરસવામાં આવે છે. એવી જ રીતે કુલ્ફી ફાલૂદામાં કુલ્ફીના ટુકડા અને ઉપર ફાલૂદાની સામગ્રી નાખીને સર્વ કરવામાં આવે છે.
ક્યાં મળશે? : કુલ્ફી પ્રોજેક્ટ, સેક્ટર-નંબર ૫૦, સીવુડ્સ, જામા મસ્જિદની સામે, નવી મુંબઈ.