આજની રેસિપી : વેજ ક્રિસ્પી

05 August, 2026 08:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સજાવટ : શેકેલા સફેદ તલ એક ટેબલસ્પૂન, લીલી ડુંગળી બે ટેબલસ્પૂન

વેજ ક્રિસ્પી

સામગ્રી : શાકભાજી : ગાજર અડધો કપ (લાંબું કાપેલું), કૅપ્સિકમ (લીલું) અડધો કપ (લાંબું કાપેલું), ડુંગળી એક મોટી (ચોરસ કાપેલી), ફૂલકોબી એક કપ (નાનાં ફૂલ), બેબીકૉર્ન છથી ૮ (લાંબા કાપેલા), મશરૂમ આઠથી ૧૦ (વૈકલ્પિક), લીલી ડુંગળી બે ચમચી (સજાવટ માટે)

ક્રિસ્પી કોટિંગ માટે : મેંદો અડધો કપ, કૉર્નફ્લોર અડધો કપ, ચોખાનો લોટ બે ટેબલસ્પૂન, આદું-લસણની પેસ્ટ એક ટીસ્પૂન, લાલ મરચાંનો પાઉડર એક ટીસ્પૂન, કાળા મરીનો પાઉડર અડધી ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, પાણી જરૂર મુજબ, તેલ તળવા માટે

સૉસ માટે : તેલ બે ટેબલસ્પૂન, લસણ એક ટેબલસ્પૂન (ઝીણું સમારેલું), આદું એક ટીસ્પૂન (ઝીણું સમારેલું), લીલાં મરચાં બે (સમારેલાં), ડુંગળી એક (ચોરસ કાપેલી), કૅપ્સિકમ અડધો કપ, સોયા સૉસ એક ટેબલસ્પૂન, રેડ ચિલી સૉસ બે ટેબલસ્પૂન, ટમૅટો કેચપ બે ટેબલસ્પૂન, ગ્રીન ચિલી સૉસ એક ટેબલસ્પૂન, વિનેગર એક ટીસ્પૂન, ખાંડ એક ટીસ્પૂન, કાળા મરી અડધી ટીસ્પૂન, મીઠું જરૂર મુજબ

સ્લરી માટે : કૉર્નફ્લોર એક ટેબલસ્પૂન, પાણી પા કપ

સજાવટ : શેકેલા સફેદ તલ એક ટેબલસ્પૂન, લીલી ડુંગળી બે ટેબલસ્પૂન

બનાવવાની રીત : તમામ શાકભાજીને ધોઈને લાંબા અથવા મોટા ટુકડામાં કાપો. મેંદો, કૉર્નફ્લોર, ચોખાનો લોટ, આદું-લસણની પેસ્ટ, મીઠું, લાલ મરચું અને કાળા મરી મિક્સ કરો. એમાં પાણી ઉમેરીને મધ્યમ જાડું ખીરું બનાવો. શાકભાજીને આ ખીરામાં ડુબાડીને ગરમ તેલમાં ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને એમાં લસણ, આદું અને લીલાં મરચાં સાંતળો. એમાં ડુંગળી અને કૅપ્સિકમ ઉમેરીને એક-બે મિનિટ હાઈ ફ્લેમ પર સાંતળો. હવે સોયા સૉસ, રેડ ચિલી સૉસ, ગ્રીન ચિલી સૉસ, ટમૅટો કેચપ, વિનેગર, ખાંડ, કાળા મરી અને જરૂર મુજબ મીઠું ઉમેરો. કૉર્નફ્લોરની સ્લરી ઉમેરીને સૉસને થોડો જાડો થવા દો. હવે તળેલાં શાકભાજી ઉમેરીને હાઈ ફ્લેમ પર એક-બે મિનિટ ઝડપથી ટોસ કરો જેથી દરેક ટુકડા પર સૉસ સારી રીતે ચડી જાય. અંતે ઉપરથી શેકેલા સફેદ તલ અને સમારેલી લીલી ડુંગળી ભભરાવીને ગરમાગરમ પીરસો.

-ડિમ્પલ પારેખ

food and drink food news street food Gujarati food mumbai food indian food columnists lifestyle news life and style