ભાવનગરના પ્રખ્યાત આઇસ ગોળા હવે વિલે પાર્લેમાં

02 May, 2026 11:07 AM IST  |  Mumbai | Darshini Vashi

જો નહીં તો તમારે વિલે પાર્લેની આ જગ્યાએ જવું જોઈએ. અહીં ભાવનગરના પ્રખ્યાત ગોળા મળે છે જેને ગુજરાતી વર્કિંગ કપલ સંભાળે છે

ફાલસા માવા મલાઈ ડિશ ગોલા: 250 રૂ. અને ચૉકલેટ આઇસક્રીમ પ્યાલી: 200 રૂ.

તમે અનેક જગ્યાના ફેમસ બરફગોળા ખાધા હશે, પરંતુ શું તમે ક્યારેય ખડી સાકરની ચાસણીમાંથી બનાવેલા અને હોમમેડ ફ્લેવર સાથેના બરફગોળા ખાધા છે ખરા? જો નહીં તો તમારે વિલે પાર્લેની આ જગ્યાએ જવું જોઈએ. અહીં ભાવનગરના પ્રખ્યાત ગોળા મળે છે જેને ગુજરાતી વર્કિંગ કપલ સંભાળે છે

ધ ગોલાવાલા’સના દીપ જેઠવા કહે છે, ‘મારી ફૅમિલીની ભાવનગરમાં બરફગોળાની ઘણી શૉપ છે જે ત્યાં ઘણી ફેમસ છે એટલે મને એના વિશે જાણકારી તો હતી જ અને મને એની પણ જાણ હતી કે મુંબઈમાં ભાવનગરના જેવા ગોળા મળતા નથી. અહીંના ગોળામાં સૅકરીન અને ફૂડ-કલર વાપરવામાં આવે છે જે અમે કરતા નથી. અમે જાતે અમારી ફ્લેવર તૈયાર કરીએ છીએ. મને વિચાર આવ્યો કે કેમ નહીં આપણા ભાવનગરના પ્રખ્યાત ગોળાને મુંબઈમાં લઈ આવીએ? હું અને મારી વાઇફ નિધિ જેઠવા બન્ને IT કંપનીમાં જૉબ કરીએ છીએ. અમારે નોકરી છોડ્યા વગર ગોળાના બિઝનેસનો વ્યાપ કરવો હતો. એમાં પાછું અમારી ઑફિસનો ટાઇમ પણ અલગ-અલગ. એક જણનો સવારનો ટાઇમ અને બીજાનો સાંજ પછીનો ઑફિસ-ટાઇમ. એટલે અમે બન્ને ટાઇમ-મૅનેજમેન્ટ કરીને આ વ્યવસાયને સંભાળી રહ્યાં છીએ. અમે વારાફરતી અમારી શૉપ સંભાળવાનું નક્કી કર્યું અને આજે બે વર્ષ બાદ પણ અમે એ જ સિલસિલો ચાલુ રાખ્યો છે જેનું રિઝલ્ટ અમને અમારા ગોળાના બિઝનેસના પર્ફોર્મન્સમાં જોવા મળી રહ્યું છે.’

હવે અહીંના ગોળાની વાત કરીએ તો દીપ જેઠવા કહે છે, ‘અહીં ગોલાની જે ફ્લેવર છે એ સૅકરીન-ફ્રી છે. એનાથી તમારા ગળામાં કોઈ તકલીફ થતી નથી.’

નૉર્મલી તમે અન્ય જગ્યાએ ગોળા ખાઓ તો થોડી વાર બાદ તમને ગાળામાં સ્ક્રૅચ જેવું થયું હોય એવું ફીલ થાય છે જે સૅકરીન અને આર્ટિફિશ્યલ કલરને લીધે થતું હોય છે. અહીં તેઓ એવી કોઈ વસ્તુ વાપરતા નથી. ગોળા બનાવવા માટે તેઓ જે બરફ વાપરે છે એમાં પણ RO વૉટરનો જ ઉપયોગ કરવામાં આવે છે. અહીં દરેક પ્રકારના ગોળા મળે છે. મુંબઈમાં મળતા જ નહીં, ગુજરાતમાં જે મળે છે અને ત્યાં જે ફેમસ છે એ બધા ગોળા અહીં મળે છે. આઇસક્રીમ પ્યાલી જે ભાવનગરમાં મળે છે એ પણ અહીં બનાવવામાં આવે છે. આ સિવાય ફાલસા ફ્લેવર જે અમદાવાદમાં ફેમસ છે એ પણ અહીં મળે છે. અત્યારે મૅન્ગોની સીઝન ચાલે છે એટલે અહીં મૅન્ગો સંબંધિત અનેક આઇટમો પણ મળે છે.

ક્યાં મળશે? : ધ ગોલાવાલા’સ, જંક્શન ઑફ બજાજ રોડ, વિલે પાર્લે-વેસ્ટ

food and drink food news indian food mumbai food Gujarati food street food vile parle bhavnagar columnists