23 April, 2026 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મગદાળ મસાલા ઇડલી
સામગ્રી : ૧ કપ પીળી મગદાળ; ૧/૩ કપ રવો; ૧/૨ કપ દહીં; ૧/૪ ચમચી હળદર; મીઠું; પાણી; ૧/૨ કપ ચૉપરમાં ચૉપ કરેલાં મિક્સ ગાજર, મકાઈ, કૅપ્સિકમ, ફણસી; ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ; ૨ મોટા ચમચા તેલ; ૧/૨ ચમચી બારીક રાઈ; ૧/૪ ચમચી લાલ મરચું પાઉડર; ૧ ચમચી ઇનો
રીત : પીળી મગદાળને આખી રાત ભીંજવો અને સવારે ધોઈને પાણી વગર લિસ્સી મિક્સરમાં વાટો. હવે એને વ્હિસ્કરથી જ્યાં સુધી કલર બદલાય અને હલકું લાગે ત્યાં સુધી ફેંટો. હવે એમાં રવો, દહીં, થોડું પાણી નાખીને સ્મૂધ મિશ્રણ કરો. પછી એમાં ચૉપ કરેલાં શાક, આદું-મરચાંની પેસ્ટ, હળદર, મીઠું નાખીને મિક્સ કરો. એમાં થોડું તેલ નાખીને હલાવો. ઇનો ઉપર થોડું પાણી નાખી હલકા હાથે એક બાજુમાં મિક્સ કરો. બીજા તેલમાં રાઈ, હિંગ, લાલ મરચું નાખીને વઘાર તૈયાર રાખો. ઇડલી સ્ટીમર ગરમ કરો. પ્લેટમાં તેલ લગાડીને ખીરું નાખો અને વચ્ચે થોડો વઘાર નાખો. એને ૧૦-૧૨ મિનિટ માટે સ્ટીમ કરો. પચવામાં હલકી અને પ્રોટીનરીચ ઇડલી કોથમીર-કોપરાની ચટણી સાથે પીરસો.