મૅગી ફ્રાઇસ

22 January, 2023 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલ્ટિનૅશનલ ચેઇન રેસ્ટોરાંઓએ ફ્રાઇસમાં પણ ફ્લેવર આપવાનું શરૂ કર્યું છે ત્યારથી ઇન્ડિયન રેસ્ટોરાંઓએ પણ ફ્રાઇસ પર અઢળક પ્રયોગો કર્યા છે

મૅગી ફ્રાઇસ

જન્ક ફૂડની વાત હોય ત્યારે પીત્ઝા, પાસ્તા અને બર્ગરની સાથે ફ્રાઇસ તો એમ જ સાઇડ ડિશ તરીકે ખેંચાઈ આવે. જ્યારથી આ મલ્ટિનૅશનલ ચેઇન રેસ્ટોરાંઓએ ફ્રાઇસમાં પણ ફ્લેવર આપવાનું શરૂ કર્યું છે ત્યારથી ઇન્ડિયન રેસ્ટોરાંઓએ પણ ફ્રાઇસ પર અઢળક પ્રયોગો કર્યા છે. હમણાં ઇન્ટરનેટ પર મૅગી ફ્રાઇસ ધૂમ મચાવી રહી છે. નૉર્મલ બટાટાની ફ્રાઇસની ઉપર બેથી ત્રણ પ્રકારના સૉસિસ રેડવામાં આવે છે અને ઉપરથી તળેલી મૅગી ભભરાવી છે અને ઉપરથી મૅગી મસાલો એને ચટપટો સ્વાદ આપે છે. ફ્રાઇસની સાથે ક્રન્ચી અને તળેલી મૅગી ખાવાની મજા આવે છે. થોડા સમય પહેલાં મુંબઈના જ એક રેંકડીવાળાએ બટાટાની ફ્રાઇસની સ્લાઇસને મૅગી નૂડલ્સમાં પલાળીને ડીપ ફ્રાય કરવાનો પ્રયોગ કરેલો, પણ એ ખાસ ચાલ્યો નહોતો. જોકે ફ્રાઇસની ઉપર ફ્રાઇડ મૅગી અને સૉસિસનું કૉમ્બિનેશન લોકોને ગમી રહ્યું છે. પરેલમાં વાડિયા હૉસ્પિટલની પાસે રસિલો નામના પ્યૉર વેજ અને જૈન આઉટલેટમાં આ મૅગી ફ્રાઇસ મળે છે. ઇન ફૅક્ટ, અહીં પંદરેક પ્રકારની ફ્રાઇસ મળે છે. અહીં જૈન ફ્રાઇસ પણ છે મળે છે જે કાચાં કેળાંમાંથી બનાવેલી છે.
ક્યાં?: રસિલો, પરેલ
કિંમત : ૧૩૦ રૂપિયા 

life and style Gujarati food mumbai food indian food