આયુર્વેદિક ખમણ

15 January, 2023 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નામમાં આયુર્વેદિક ખમણ વાંચીને રખે એવું માની લેતા કે આ તો કોઈ દવાનું કામ પણ કરી શકે છે

આયુર્વેદિક ખમણ

ગુજરાતીઓના ભાવતા ભોજનમાં ખમણ-ઢોકળાં મોખરે હોય છે અને બેસ્ટ ખમણની વાત આવે તો સુરતની ડઝનેક દુકાનોનાં નામ યાદ આવી જાય. જોકે હવે બધે જ હેલ્ધી ફૂડનો વાયરો વાયો છે ત્યાં સુરતમાં હવે આયુર્વેદિક ખમણ મળે છે. યસ, એમાં અશ્વગંધા અને પીપરીમૂળ જેવાં ઔષધોનું ચૂર્ણ અને ભારોભાર લીલું લસણ નાખવામાં આવે છે. સાયોના પ્લાઝામાં રામદેવ લાઇવ ખમણની દુકાને આ અનોખી વાનગી મળે છે. આયુર્વેદિક ખમણ આમ તો સાદા ખમણની જેમ જ બાફવામાં આવે છે, પણ એ પછી એના પર જે તેલ-પાણીનો વઘાર કરવામાં આવે છે એને બદલે આયુર્વેદિક ઔષધિઓ મેળવવામાં આવે છે. બાફેલા ખમણમાં એક ચમચી બટર નાખીને એના પર તૈયાર કરવામાં આવેલું ઔષધીય ચૂર્ણ ભેળવવામાં આવે છે અને ઉપરથી લીલું લસણ છાંટવામાં આવે છે. કાચા કાંદાની ઉપર પણ ઔષધીય ચૂર્ણ છાંટવામાં આવે છે જેથી એનો ટેસ્ટ સાવ બદલાઈ જાય છે.જોકે નામમાં આયુર્વેદિક ખમણ વાંચીને રખે એવું માની લેતા કે આ તો કોઈ દવાનું કામ પણ કરી શકે છે. ના... જરાય નહીં, આ તો એવા લોકો માટે જ છે જેમને ‘હેલ્ધી’ ફૂડ જ ખાવાનો અભરખો હોય.

જોકે નામમાં આયુર્વેદિક ખમણ વાંચીને રખે એવું માની લેતા કે આ તો કોઈ દવાનું કામ પણ કરી શકે છે. ના... જરાય નહીં, આ તો એવા લોકો માટે જ છે જેમને ‘હેલ્ધી’ ફૂડ જ ખાવાનો અભરખો હોય.

Gujarati food mumbai food indian food life and style