અમદાવાદની પ્રસિદ્ધ ઇડલી હવે તમને મુંબઈમાં પણ ટેસ્ટ કરવા મળશે

18 April, 2026 04:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇડલી પૉઇન્ટ નામનું ફેમસ જૉઇન્ટ હવે કાંદિવલીમાં પણ આવી ગયું છે, સાઉથ ઇન્ડિયન વાનગીને જેટલી સાઉથના લોકો ખાઈ નથી રહ્યા એટલી ગુજરાતી લોકો ખાઈ રહ્યા છે. એમાં પણ જો એક વખત સ્વાદ જીભે ચડી જાય તો પછી લોકો વારેઘડીએ આવે જ છે.

અમદાવાદની પ્રસિદ્ધ ઇડલી હવે તમને મુંબઈમાં પણ ટેસ્ટ કરવા મળશે

સાઉથ ઇન્ડિયન વાનગીને જેટલી સાઉથના લોકો ખાઈ નથી રહ્યા એટલી ગુજરાતી લોકો ખાઈ રહ્યા છે. એમાં પણ જો એક વખત સ્વાદ જીભે ચડી જાય તો પછી લોકો વારેઘડીએ આવે જ છે. અમદાવાદના લોકો માટે ઇડલી પૉઇન્ટ નામ નવું નથી. ગુજરાતમાં રહેતા એક સાઉથ ઇન્ડિયન પરિવારે અમદાવાદમાં શરૂ કરેલો ઇડલી-ઢોસાનો સ્ટૉલ એટલો પ્રખ્યાત થઈ ગયો છે કે હવે મુંબઈમાં પણ એનું આગમન થઈ ગયું છે.
અમદાવાદમાં ઘણાં વર્ષોથી ઇડલી પૉઇન્ટ ચાલુ છે. એની ઇડલી ઘણી પ્રખ્યાત છે. એના ફાઉન્ડર એક સાઉથ ઇન્ડિયન છે જેમનું નામ તંગવેલ છે. તેમના પિતા અમદાવાદ ઍરપોર્ટ રોડ પર પહેલાં ઇડલી-ઢોસા વેચતા હતા જેનો સ્વાદ લોકોની જીભે એવો ચડી ગયો કે તેમને ઍરપોર્ટની સ્ટાફ-કૅન્ટીન ચલાવવા માટે પણ આપવામાં આવી હતી. એને લીધે તેમની પ્રખ્યાતિ વધી હતી. એને ધ્યાનમાં રાખીને તેમના દીકરાએ સાઉથ ઇન્ડિયન વાનગીની એક આખી ફ્રૅન્ચાઇઝી જ શરૂ કરી દીધી અને એનું નામ રાખ્યું ઇડલી પૉઇન્ટ. એની એક ફ્રૅન્ચાઇઝી મુંબઈમાં કાંદિવલીમાં આવેલી છે. આ કાંદિવલી બ્રાન્ચના મૅનેજર જયેશ કોળી કહે છે, ‘ઑથેન્ટિક સ્ટાઇલની સાઉથ ઇન્ડિયન ડિશ અને એનો એકસરખો જળવાઈ રહેલો ટેસ્ટ જ ઇડલી પૉઇન્ટની મુખ્ય વિશેષતા છે. ઇડલી પૉઇન્ટમાં ઇડલી, મેદુવડાં, ઢોસા જેવી આઇટમો મળે છે. મેનુ લાંબું નથી છતાં લોકોને પસંદ પડી રહ્યું છે. ખાસ કરીને જેમણે અમદાવાદમાં ઇડલી પૉઇન્ટની ડિશ ખાધી છે તેઓ અહીં આવી રહ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ નહીં, ઇન્દોરમાં પણ એની ફ્રૅન્ચાઇઝી છે જેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે અહીંની વાનગી કેટલી ટેસ્ટી હશે.’
ક્યાં મળશે? : ઇડલી પૉઇન્ટ, દહાણુકરવાડી મેટ્રો સ્ટેશનની સામે, કાંદિવલી-વેસ્ટ

food and drink food news food fun filmstar street food Gujarati food mumbai food indian food lifestyle news life and style columnists darshini vashi