વરરાજાને મેકઅપ લગાવવો કેમ જરૂરી?

12 December, 2025 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિગ ફૅટ વેડિંગમાં નાના-નાના ડીટેલિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારે હવે સારા ફોટો માટે અને ફાઇન લુક માટે ગ્રૂમ મેકઅપનું ચલણ વધ્યું છે

પ્રતીકાત્મક તસવીર

લગ્નનો દિવસ લાડી અને વરરાજા બન્ને માટે સ્પેશ્યલ હોય છે ત્યારે આઉટફિટની સાથે વરરાજાનો લુક પણ પર્ફેક્ટ હોવો બહુ જરૂરી છે. હવે મેકઅપ માત્ર મહિલાઓ પૂરતો સીમિત રહ્યો નથી. એ વરરાજાની નૅચરલ બ્યુટીને નિખારવાનો સરળ રસ્તો બની ગયો છે. વરરાજાનો મેકઅપ બ્રાઇડ્સની જેમ હેવી હોતો નથી. તેમને મેકઅપ કરવાનો હેતુ ફક્ત ચહેરા પરના ડાઘ અને ડાર્ક સર્કલ્સને છુપાવીને ચહેરાને ઈવન ટોનમાં લાવવાનો હોય છે જેથી લગ્નના દિવસે ગ્રૂમ પણ ફ્રેશ દેખાય અને બ્રાઇડ સાથેના ફોટો પણ સારા આવે. આ જ કારણોને લીધે હવે ગ્રૂમ મેકઅપનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે ગ્રૂમ મેકઅપનાં સ્ટેપ્સ વિશે જાણીએ.

લિપ કૅર

વિન્ટર વેડિંગમાં લિપ કૅર બહુ જરૂરી છે. સુકાયેલા હોઠ તમારા લુકને બગાડશે અને ફોટો પણ સારા નહીં આવે. તેથી ગ્રૂમ મેકઅપ કરતી વખતે હોઠ પર લિપ બામ લગાવવો બહુ જરૂરી છે. થોડા-થોડા સમયે હોઠ સુકાઈ ન જાય એ માટે લિપ બામને પૉકેટમાં જ રાખવો. મેન્સ માટે નૅચરલ લિપ બામ માર્કેટમાં મળે છે, જે તેમના લિપ્સને નૅચરલ રાખશે.

સ્કિન-પ્રેપરેશન

દુલ્હનની જેમ દુલ્હાને પણ મેકઅપ પહેલાં સ્કિન-પ્રેપરેશનની જરૂર હોય છે. આ માટે માઇલ્ડ ફેસવૉશ યુઝ કરીને ચહેરાને સાફ કરી લેવો. ફેસવૉશ યુઝ કર્યા બાદ પણ એવું લાગે કે હજી ફેસ ક્લીનિંગની જરૂર છે તો ક્લેન્ઝરની મદદથી ડીપ ક્લીનિંગ કરી શકાય. શિયાળામાં મોં ધોયા બાદ ત્વચા સુકાઈ જતી હોય છે. તેથી હંમેશાં ફેસવૉશ બાદ સ્કિનને હાઇડ્રેટેડ રાખવા અને એનું મૉઇશ્ચર જળવાઈ રહે એ માટે મૉઇશ્ચરાઇઝર લગાવવું. મૉઇશ્ચરાઇઝર લગાવ્યાની બે મિનિટ બાદ બ્રૅન્ડેડ પ્રાઇમર લગાવવું. પ્રાઇમર સ્કિનને પ્રોટેક્શન આપશે અને ત્વચાનાં ઓપન પોર્સને બંધ કરશે જેથી મેકઅપના પાર્ટિકલ્સ ચહેરાની અંદર ઍબ્સૉર્બ થઈને નુકસાન નહીં પહોંચાડે. સ્કિન-પ્રેપરેશનમાં આ સ્ટેપ્સ બહુ મહત્ત્વનાં છે.

કરેક્ટર અને કન્સીલર

સ્કિન-પ્રેપરેશન બાદ ત્વચાની અનઈવનનેસને દૂર કરવા, ડાઘ અને ડાર્ક સર્કલ્સને છુપાવવા કરેક્ટરનો ઉપયોગ થાય છે. ત્યાર બાદ કન્સીલરથી એને પ્રૉપર ફિનિ​શિંગ અપાય છે. આ સ્ટેપ્સમાં કન્સીલર અને કરેક્ટર ચહેરા પર પ્રૉપરલી બ્લેન્ડ થવું બહુ જરૂરી છે.

આઇ મેકઅપ

મોટા ભાગના છોકરાઓની આંખોની આસપાસની સ્કિન ડબલ ટોનમાં હોય છે તેથી આંખો નૅચરલ લાગે એ હિસાબે સ્કિન-ટોનના હિસાબે બ્રાઉન ટોનનો ઉપયોગ કરીને આઇ મેકઅપ કરી શકાય. આઇબ્રો પેન્સિલની મદદથી આઇબ્રો સેટ કરવા અને પછી પુરુષો માટે સ્પેશ્યલ ટ્રાન્સપરન્ટ મસ્કારા મળે છે એ પાંપણના વૉલ્યુમને દેખાડશે. આ સાથે એનાથી બિઅર્ડને પણ શેપ આપીને શાર્પ બનાવી શકાય છે. લાઇટ હોય તો હકી ડાર્ક કરી શકાય છે.

skin care fashion fashion news life and style lifestyle news columnists