જેન્ટલમેન, ૨૦૨૩માં આ પ્રિન્ટ્સ રહેશે ટ્રેન્ડમાં

02 January, 2023 04:19 PM IST  |  Mumbai | Aparna Shirish

સચિન તેન્ડુલકરના રીસન્ટ લુક પરથી પ્રેરણા લો અને અવનવી પ્રિન્ટ્સ કઈ રીતે પસંદ કરવી એ જાણી લો

જેન્ટલમેન, ૨૦૨૩માં આ પ્રિન્ટ્સ રહેશે ટ્રેન્ડમાં

પ્રિન્ટેડ શર્ટ્સ આમ તો સદાબહાર છે, પણ એને ક્યાં પહેરવાં અને કેવા પ્રકારની પ્રિન્ટ્સ પહેરવી એ ધ્યાનમાં રાખવુ જરૂરી બને છે; કારણ કે ફ્લોરલ હવાઈ પ્રિન્ટ્સ ગોવાના બીચ પર જ ચાલે અને ઍબ્સ્ટ્રૅક્ટ પ્રિન્ટની જગ્યા ક્લબ વેઅરમાં જ છે. આ વિશે સ્ટાઇલિસ્ટ સ્મ્રિતિ ધાનુકા કહે છે, ‘પ્રિન્ટ્સ સિલેક્ટ કરતા સમયે કલર સ્કીમ, શરીરનો બાંધો તેમ જ પ્રસંગ જેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો પ્રિન્ટ ઓકેઝન સાથે ફિટ નહીં બેસે તો ફૅશન ફિયાસ્કો બની શકે છે.’

યોગ્ય પૅટર્ન |  લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણેની પ્રિન્ટ પસંદ કરવાનો નિર્ણય થોડો મૂંઝવણમાં મૂકી શકે એવો છે. નવી પ્રિન્ટ શોભશે કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન. અમુક પ્રિન્ટ અમુક રંગોમાં જ સારી લાગે છે. જેમ કે ફ્લોરલ પ્રિન્ટ્સ જો બોલ્ડ અને બ્રાઇટ કરતાં પેસ્ટલ શેડ્સમાં હશે તો વધુ સોબર લાગશે અને એ કૅઝ્યુઅલ વેઅર તરીકે પહેરી શકાશે. બીજી બાજુ જો ફ્લોરલ પ્રિન્ટ બ્રાઇટ અને બોલ્ડ હશે તો એ બીચ કે પૂલ પાર્ટી સુધી જ સીમિત રહેશે. 

કલર સ્કીમ | પ્રિન્ટ સાથે રંગ કેવા પસંદ કરવા એ વિશે સ્મ્રિતિ કહે છે, ‘તમારા ફેવરિટ રંગો પહેરો. પણ એક સમયે ફક્ત એક જ કૉમ્બિનેશન. ઉદાહરણ તરીકે બ્લૅક અને વાઇટ. ટૉપ અને બૉટમ બન્નેમાં પ્રિન્ટ કે પૅટર્ન હોય એવાં ગાર્મેન્ટ્સ  ટાળવાં. બોલ્ડ લુક જોઈતો હોય અને પર્સનાલિટી પણ એવી જ નિખાલસ હોય તો એક સમયે બે પ્રિન્ટ પહેરી શકાય. અથવા સોબર લુક માટે એક સમયે એક પ્રિન્ટ અને એની સાથે એ જ કલર કૉમ્બિનેશનનું પ્લેન પૅન્ટ પહેરવું.

આ પણ વાંચો : કૉર્સેટમાં ઇન્વેસ્ટ કરવા પહેલાં આટલું જાણી લો

પ્રિન્ટેડ શર્ટમાં કલર કૉમ્બિનેશન પણ પ્રિન્ટ જેટલું જ મહત્ત્વનું છે. 

કેવી પ્રિન્ટ્સ ટ્રેન્ડમાં? | પ્રિન્ટેડ શર્ટમાં એક્સપરિમેન્ટનો સ્કોપ ખૂબ છે. સ્મ્રિતિ કહે છે, ‘બાળપણની યાદ અપાવે એવી કૉમિક પ્રિન્ટથી લઈને વાઇલ્ડ ફ્લાવર્સ, કુદરતથી ઇન્સ્પાયર્ડ એવી ઍનિમલ કે નેચર પ્રિન્ટ પહેરી શકાય. આ સિવાય ઑલઓવર શર્ટ પર શબ્દો કે વાક્યો લખેલી પ્રિન્ટ્સ પણ ટ્રેન્ડમાં છે.’

થોડું ટ્રેડિશનલ અને હૅન્ડલૂમ પસંદ હોય તો આજકાલ બાટિક, અજરખ અને બ્લૉક પ્રિન્ટનાં કૉટનનાં શર્ટ ખૂબ ટ્રેન્ડમા છે. એ જ પ્રમાણે પેઝલી પ્રિન્ટ પણ પ્રસંગોમાં સારી લાગશે. 
પ્રિન્ટેડ શર્ટ સાથે શું? | પ્રિન્ટેડ શર્ટ સાથે પ્લેન પેસ્ટલ શેડનાં ટ્રાઉઝર્સ કે શૉર્ટ્સ પહેરી શકાય. જીન્સ પણ સારું લાગશે અને કૅઝ્યુઅલ લુક આપશે. પ્રિન્ટેડ શર્ટ સાથે શૉર્ટ્સ, સ્પોર્ટ્સ શૂઝ કમ્પ્લીટ હૉલિડે કે કૅઝ્યુઅલ લુક આપશે. 

આ પણ વાંચો : પુલઓવર્સ કઈ રીતે પહેરવાં એ કાર્તિક આર્યન પાસેથી શીખવા જેવું

સૂટ કે બ્લેઝર સાથે | પ્રિન્ટેડ શર્ટ અને સૂટ કૉમ્બો કૅઝ્યુઅલ-ફૉર્મલ ટાઇપના ડ્રેસિંગ માટે આઇડિયલ છે. સૂટની નીચે પ્રિન્ટેડ શર્ટ આધુનિકતા અને વ્યક્તિત્વનો ટચ આપી શકે છે. પ્રિન્ટ્સને ઇન્ટરેસ્ટિંગ બનાવો. સૂટનાં જૅકેટની નીચે જો મોટી પ્રિન્ટ પહેરશો તો એ ખોવાઈ જશે અને જૅકેટનો લુક બગાડશે. હંમેશાં નાની પ્રિન્ટ પસંદ કરવી.

ઓપન શર્ટ | પ્રિન્ટેડ શર્ટનો મોટો ફાયદો એ છે કે એને જૅકેટની જેમ ઓપન પણ પહેરી શકાય. અંદર પ્લેન વાઇટ ટી-શર્ટ પહેરી ઉપર પ્રિન્ટેડ શર્ટ બટન્સ ઓપન રાખી પહેરવું. 

શર્ટની પૅટર્ન | પ્રિન્ટેડ શર્ટ કૅઝ્યુઅલ લુક માટે છે. પાર્ટી વેઅર તરીકે પહેરી તો શકાય, પણ પ્રિન્ટ અને ફૅબ્રિક બન્નેની પસંદગી ચીવટથી કરવાની રહેશે. આજકાલ સૅટિનનાં પ્રિન્ટેડ શર્ટ પણ ખૂબ ચાલી રહ્યાં છે. શર્ટના ફિટિંગની વાત કરીએ તો થોડાં લૂઝ અને હાફ સ્લીવ શર્ટ ડે-ટાઇમમાં અને ફુલ સ્લીવ ઈવનિંગ વેઅર તરીકે સારાં લાગશે.

પ્રિન્ટ્સ સિલેક્ટ કરતા સમયે કલર સ્કીમ, શરીરનો બાંધો તેમ જ પ્રસંગ જેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો પ્રિન્ટ ઓકેઝન સાથે ફિટ નહીં બેસે તો ફૅશન ફિયાસ્કો બની શકે છે.
સ્મ્રિતિ ધાનુકા, ફૅશન સ્ટાઇલિસ્ટ 

columnists life and style fashion news fashion sachin tendulkar