સ્નીકર્સ – કન્ફર્ટ સાથે સ્ટાઇલ

10 June, 2022 10:37 AM IST  |  Mumbai | Aparna Shirish

યંગ જનરેશનનાં ફેવરિટ ફુટવેઅર એવા સ્નીકર્સમાં સતત નવી ડિઝાઇનો સાથે ટ્રેન્ડ બદલાતા રહે છે. ચાલો જાણીએ નવું શું છે

સ્નીકર્સ – કન્ફર્ટ સાથે સ્ટાઇલ

યંગસ્ટરોની ફેવરિટ અનન્યા પાન્ડે પોતાને સ્નીકર ઑબ્સેસ્ડ ગણાવે છે. તેનું કહેવું છે કે તેની પાસે બધા જ પ્રસંગોમાં પહેરવા માટે સ્નીકર્સ છે અને તેને સ્નીકર્સ એટલાં પસંદ છે કે તે રેડ કાર્પેટ પર પણ સ્નીકર્સ પહેરીને જઈ શકે છે. અને કેમ ન હોય, ખૂબ જ કમ્ફર્ટેબલ એવાં સ્નીકર્સમાં ડિઝાઇનના એટલા બધા ઑપ્શન હોય છે કે બીજાં ફુટવેઅર તરફ ધ્યાન જ ન જાય. 
કમ્ફર્ટ વેઅર | યંગ જનરેશન સતત કોઈ ઍક્ટિવિટી કરવામાં બ‌િઝી હોય છે. તેમના આ ઑન ધ ગોવાળા નેચર માટે સ્નીકર્સ કરતાં વધુ કમ્ફર્ટેબલ બીજું કંઈ નહીં.
સ્નીકર્સ લાઇટ વેઇટ હોય છે, અંદરના ભાગમાં ગાદી હોવાને લીધે એનાથી પગની પાની સુરક્ષિત રહે છે અને પગને કોઈ નુકસાન થતું નથી. સ્પોર્ટ્સથી લઈને કૅઝ્યુઅલ અને પાર્ટીવેઅરમાં પણ સ્નીકર્સ આવકાર્ય છે. 
અવનવી ડિઝાઇન્સ | સ્નીકર્સ એટલે ફક્સ સિમ્પલ કમ્ફર્ટ નહીં, સ્નીકર્સમાં પૉપ કલર્સ અને એમ્બ્રૉઇડરીથી લઈને એલઈડી લાઇટ્સ અને ડાયમન્ડ્સ સુધી બધું જ મળી રહે છે. યંગ બ્રાઇડ્સ માટે બ્રાઇડલ સ્નીકર્સની પણ બોલબાલા છે. હાલમાં પોતાના નામનો પહેલો અક્ષર હીરા-મોતી જડીત મોનોગ્રામના રૂપમાં સ્નીકર્સ પર લગાવેલો હોય એવાં સ્નીકર્સની ખૂબ ડિમાન્ડ છે. એ સિવાય હીલ્સવાળાં સ્નીકર્સ પણ શૉર્ટ હાઇટ ધરાવતી યુવતીઓને ખાસ પસંદ આવે છે. 
કઈ રીતે સ્ટાઇલ કરવા? | સ્નીકર્સ કૅઝ્યુઅલ અને પ્લેફુલ લુક આપે છે. સ્નીકર્સ ડેનિમ પૅન્ટ્સ અને શૉર્ટ્સ સાથે તેમ જ સ્કર્ટ સાથે પહેરી શકાય. એ સિવાય શૉર્ટ અથવા લૉન્ગ કૉટન ડ્રેસિસ અને સ્કર્ટ સાથે પણ સ્નીકર્સ સારાં લાગે છે. ડે ટાઇમ માટે સિમ્પલ વાઇટ કે પછી કલરફુલ સ્નીકર્સ પહેરી શકાય. ડાયમન્ડ્સ વર્કવાળા અને ગ્લાસી સ્નીકર્સ પાર્ટીવેઅરમાં સારાં લાગશે. 
ટ્રેડિશનલ વેઅર સાથે | જો સ્નીકર્સ સિવાય બીજાં કોઈ ફુટવેઅર ન જ ગમતાં હોય તો ટ્રેડિશનલ વેઅરમાં સ્નીકર્સ ચાલશે. જોકે અહીં સ્પોર્ટી નહીં પણ કૅઝ્યુઅલ અને કપડાંને મેળ ખાય એવા શેડનાં સ્નીકર્સ પસંદ કરવાં. યુવતીઓ માટે આ સેક્શનમાં ખૂબ ચૉઇસ મળી રહે છે. ડિઝાઇનર બ્રૅન્ડ્સ પણ હવે સાડી અને લેહંગા સાથે પહેરી શકાય એવાં સ્નીકર્સ બનાવતી થઈ છે. 
સ્નીકર્સ ખરીદતા સમયે | સ્નીકર્સ ઑનલાઇન ખરીદવાનું ટાળો. સ્નીકર્સમાં સૌથી મહત્ત્વનું એનું ફિટિંગ અને કમ્ફર્ટ લેવલ છે. જો પહેર્યા બાદ પગમાં એ કમ્ફર્ટેબલ ફીલ થતાં હોય તો જ ખરીદવાં. દરેક બ્રૅન્ડ અને ડિઝાઇનનું ફિટિંગ જુદું હોય છે. એટલે જાતે ચકાસીને જ એ ખરીદવાં. 

fashion news fashion columnists