વૅલેન્ટાઇન્સ ડે માટે લાલ ડ્રેસને કહો બાય અપનાવો આ ડ્રીમી ડ્રેસ

06 February, 2026 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસ મૃણાલ ઠાકુરે એક અત્યંત સુંદર ફ્લોરલ ડ્રેસમાં તસવીરો શૅર કરી છે જે વૅલેન્ટાઇન્સ ડે માટે અલ્ટિમેટ ફૅશન-ઇન્સ્પિરેશન સાબિત થઈ રહ્યો છે

મૃણાલ ઠાકુરે એક અત્યંત સુંદર ફ્લોરલ ડ્રેસમાં તસવીરો શૅર કરી

ફેબ્રુઆરી એટલે પ્રેમનો મહિનો અને વૅલેન્ટાઇન્સ ડે આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે દરેક યુવતીના મનમાં એક જ મૂંઝવણ હોય છે કે શું પહેરવું. જો તમે પણ લાલ રંગના આઉટફિટ્સથી કંટાળ્યા હો તો બૉલીવુડ ઍક્ટ્રેસ મૃણાલ ઠાકુરનો લેટેસ્ટ લુક તમારા માટે પર્ફેક્ટ ઇન્સ્પિરેશન બની શકે છે.

મૃણાલ ઠાકુરના આ આઉટફિટની ખાસિયત એની સાદગી અને રોમૅન્ટિક ટચ છે. તેણે વાઇટ બેઝ પર પેસ્ટલ કલરનાં ફૂલોની પ્રિન્ટવાળો ડ્રેસ પહેર્યો છે. આ પ્રકારના એથરિયલ લુક્સ ૨૦૨૬માં ખૂબ જ ટ્રેન્ડમાં છે. ફ્લોરલ પ્રિન્ટ ક્યારેય ફૅશન બહાર જતી નથી પરંતુ મૃણાલના ડ્રેસનો કટ અને ફૅબ્રિક એને આધુનિક બનાવે છે.

મૃણાલનો આ લુક હાલના લોકપ્રિય કૉટેજકોર ટ્રેન્ડ પર આધારિત છે જે પ્રકૃતિ અને સાદગીને દર્શાવે છે. સૉફ્ટ ઑર્ગેન્ઝા અને શિફૉન જેવાં સસ્ટેનેબલ ફૅબ્રિકમાંથી બનેલો આ ડ્રેસ હવામાં લહેરાતો અને અને અત્યંત ફોટોજિનિક લાગે છે.

આ ઉપરાંત લાલ રંગનાં ભપકાદાર કપડાં પાછળ દોડવાને બદલે આવા ફ્લોરલ અને પેસ્ટલ ડ્રેસ ઇન્વેસ્ટમેન્ટ પીસ સાબિત થાય છે કારણ કે એને વૅલેન્ટાઇન્સ ડે પછી પણ કોઈ ડે-આઉટિંગ, બ્રન્ચ કે ગાર્ડન પાર્ટીમાં આત્મવિશ્વાસ સાથે પહેરી શકાય છે.

લુકની મુખ્ય વિશેષતાઓ

સૉફ્ટ કલર પૅલેટ : લાલ કે કાળા જેવા ડાર્ક કલર્સને બદલે મૃણાલે સૉફ્ટ પેસ્ટલ શેડ્સ પસંદ કર્યા છે જે એને ક્લાસી લુક આપે છે. 
ડ્રીમી સ્લીવ્સ અને કટ : ડ્રેસની ડિઝાઇન એવી છે કે એ ગર્લી હોવાની સાથે-સાથે અત્યંત મૅચ્યોર અને ફૅશનેબલ લાગે છે. 
મિનિમલ ઍક્સેસરીઝ : આ લુકમાં મૃણાલે જ્વેલરી ખૂબ જ ઓછી રાખી છે જેથી આખું ધ્યાન તેના ડ્રેસ પર રહે. 

mrunal thakur valentines day fashion fashion news life and style lifestyle news columnists