લો બોલો! સૅન્ડવિચ આપી રહી છે ફૅશન અને મેકઅપ માટે ઇન્સ્પિરેશન

09 January, 2024 07:55 AM IST  |  Mumbai | Heena Patel

કહેવાય છે કે માણસ ઇચ્છે તો ગમે તેની પાસેથી સારી વસ્તુ શીખીને એનો અમલ પોતાના જીવનમાં કરી શકે છે. આ વાત ફૅશન અને મેકઅપ માટે પણ લાગુ પડતી દેખાય છે, ફૅશનજગત હવે સૅન્ડવિચથી ઇન્સ્પાયર થઈને સૅન્ડવિચ ટ્રેન્ડ ફૉલો કરી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

આમ તો સૅન્ડવિચનું નામ સાંભળતા જ આપણે ખાવાની સૅન્ડવિચ યાદ આવી જાય, પણ આજકાલ ફૅશન અને મેકઅપમાં પણ સૅન્ડવિચની બોલબાલા છે. આપણે એમ લાગે કે વળી સૅન્ડવિચને આ બંને વસ્તુ સાથે શું લાગે વળગે? પણ ના એવું નથી. સોશિયલ મીડિયા પર સૅન્ડવિચ મેકઅપ અને સૅન્ડવિચ ડ્રેસિંગ આ બંને ચર્ચાનો વિષય છે. હવે આમાં એક્ઝેક્ટલી શું હોય તે વિશે ડિટેઇલમાં જાણીએ. 

આ છે સૅન્ડવિચ ડ્રેસિંગ


સૅન્ડવિચ ફૅશનની વાત કરીએ તો આ ખાસ કરીને જેન ઝીમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. આમાં પણ સેમ સૅન્ડવિચ જેવો કન્સેપ્ટ જ છે. આમાં તમારા આઉટફિટના કોઈ પણ બે પીસ સેમ કલરના હોવા જોઇએ અને એક પીસ બીજા કલરનો હોવો જોઈએ. જેમ કે બ્લૅક વન-પીસ, નીચે બ્લૅક કલરના સૅન્ડલ અને ઉપર ડેનિમનું બ્લેઝર. સૅન્ડવિચ ડ્રેસિંગમાં એમ પણ ચાલે કે તમારા ટૉપ અને શૂ કલર સેમ હોય અને પૅન્ટ, સ્કર્ટ, શૉર્ટ્સનો કલર ડિફરન્ટ હોય. જેમ કે વાઇટ ટી-શર્ટ સાથે વાઇટ શૂઝ અને ડેનિમ શૉર્ટ્સનું કૉમ્બિનેશન. એ સિવાય તમે ટૉપ અને બૉટમ સેમ કલરના અને વચ્ચે બેલ્ટ ડિફરન્ટ કલરનો પહેરીને પણ સૅન્ડવિચ ડ્રેસિંગ કરી શકો. જેમ કે ઉપર બ્લુ ડેનિમ શર્ટ, નીચે ડેનિમનું બ્લુ કલરનું જીન્સ અને વચ્ચે બ્રાઉન કલરનો બેલ્ટ.
ફક્ત કલર નહીં, પ્રપોર્શનના હિસાબે પણ તમે સૅન્ડવિચ ડ્રેસિંગ કરી શકો છો. એટલે તમે એવા આઉટફિટ પહેરી શકો જેમાં ટૉપ અને બૉટમ વાઇડ હોય અને જે મિડલ પાર્ટ હોય એ સ્લિમ. જેમ કે ઉપર પફ સ્લીવ્ઝવાળું ટૉપ અને નીચે વાઇડ લેગ્ડ જીન્સ. તમે ચંકી ટૉપ અને ચંકી બૂટ સાથે પણ સૅન્ડવિચ ડ્રેસિંગ ટ્રાય કરી શકો છો. જેમ કે ઉપર ઓવરસાઇઝ્ડ સ્વેટર, નીચે ની લેંગ્થનાં બૂટ અને નીચે ફિટ જીન્સ. આમાં પણ તમારા શરીરનો ટૉપ અને બૉટમનો ભાગ જાડો અને વચ્ચેનો ભાગ પાતળો દેખાશે. 

સૅન્ડવિચ ડ્રેસિંગનો ફાયદો એ છે કે તમે વધુ વિચાર કર્યા વગર આરામથી તમારા આઉટફિટને બૅલૅન્સ કરી શકો છો. હવે અમુક કલર કૉમ્બિનેશન એટલા કૉમન છે જેમ કે બ્લૅક ઍન્ડ વાઇટ, પિન્ક ઍન્ડ બ્લુ, રેડ ઍન્ડ યલો, બ્લુ ઍન્ડ વાઇટ આ એવા છે જેને તમે આરામથી સૅન્ડવિચ ડ્રેસિંગ માટે યુઝ કરી શકો છો. જો તમારે સવારે રેડી થઈને ઑફિસ કે પછી કૉલેજ પહોંચવાનું હોય તો તમે ફટાફટથી સૅન્ડવિચ ડ્રેસિંગ કરીને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો. 

શું છે સૅન્ડવિચ મેકઅપ?
મેકઅપમાં પણ સમય-સમય પર નવા-નવા હૅક્સ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતા હોય છે. સૅન્ડવિચ મેકઅપ પણ આનો જ એક ભાગ છે. આ મેકઅપ ખાસ કરીને પિમ્પલ્સ છુપાવવા માટે હોય છે. તમે બધાએ લાઇફમાં અનુભવ કર્યો હશે કે જ્યારે આપણે કોઈ ફંક્શનમાં જવાનું હોય ત્યારે જ ચહેરા પર પિમ્પલ્સ આવી જાય છે. એવા સમયે પિમ્પલ્સને છુપાવવા માટે તમે સૅન્ડવિચ મેકઅપ ટ્રાય કરી શકો છો. આ મેકઅપ સ્ટાર્ટ અને એન્ડ સેટિંગ સ્પ્રેથી થાય છે અને વચ્ચેનાં સ્ટેપ્સમાં પાઉડર, કન્સીલર અને ફરી પાછો પાઉડર યુઝ કરવાનો હોય છે. સેમ આપણે સૅન્ડવિચમાં ઉપર-નીચે બ્રેડ અને વચ્ચે વેજિટેબલ્સનું સ્ટફિંગ ભરીએ એ રીતે. કદાચ એટલે જ આ મેકઅપનું નામ સૅન્ડવિચ મેકઅપ પડ્યું હોઈ શકે. 
જનરલી મેકઅપ થઈ જાય ત્યારે એને સેટ કરવા માટે સેટિંગ સ્પ્રેનો ઉપયોગ એકદમ લાસ્ટમાં કરવામાં આવે છે. જોકે સૅન્ડવિચ મેકઅપમાં સૌથી પહેલાં ચહેરા પર સેટિંગ સ્પ્રે જ યુઝ કરવાનું છે. હવે ઘણા લોકોને આ થોડું અજીબ લાગી શકે છે, પણ એનું ફાઇનલ રિઝલ્ટ સારું આવી રહ્યું હોવાથી સોશ્યલ મીડિયા પર એ વાઇરલ થઈ રહ્યો છે. ચહેરા પરના પિમ્પલ્સ છુપાવવા માટેનો  એક ઈઝી અને ક્વિક મેકઅપ હૅક છે. 

વિડિયોમાં દર્શાવ્યા મુજબ સૅન્ડવિચ મેકઅપમાં સૌથી પહેલાં ચહેરા પર સેટિંગ સ્પ્રે લગાવીને એને ડ્રાય થવા દો. એ પછી ટ્રાન્ટ પાઉડરને બ્રશની મદદથી તમારા પિમ્પલ પર હળવા હાથેથી લગાવો, જે રેડનેસને છુપાવશે. હવે પિમ્પલ્સ પર ડાયરેક્ટ કન્સીલર લગાવવાને બદલે પહેલાં પિમ્પલની આજુબાજુ આઉટલાઇન બનાવીને પછી એને સરખી રીતે એ એરિયા કવર થાય એ રીતે અંદરની તરફ બ્લેન્ડ કરી લો. આમાં તમે જે કન્સીલર યુઝ કરો એ તમારા સ્કિન-ટોન સાથે મૅચ થવું જોઈએ. એ પછી તમે જ્યાં કન્સીલર અપ્લાય કર્યું છે એ પાર્ટ પર ફરી પાઉડર લગાવીને તમારા લુકને સીલ કરી દો. હવે આ મેકઅપને સેટ કરવા માટે ફરી સેટિંગ સ્પ્રેનો યુઝ કરો અને તમારો સૅન્ડવિચ મેકઅપ લુક તૈયાર. 

આ વિશે મેકઅપ આર્ટિસ્ટ વૈશાલી પંચાલ કહે છે, ‘આમ તો આ હૅક છે જે સારો છે, પણ જે લોકોની સ્કિન ફ્લોલેસ હોય તેઓ સીટીએમ એટલે ક્લેન્ઝિંગ, ટોનિંગ અને મૉઇશ્ચરાઇઝિંગ કર્યા બાદ ડાયરેક્ટ આ સ્ટેપ ફૉલો કરી શકે. જો તમારી સ્કિન પર ડાઘ-ધબ્બા, ખીલ છે તો તમારે સીટીએમ કર્યા બાદ ચહેરાના સ્કિન-ટોનને ઈવન કરવા માટે કન્સીલર અથવા ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો જોઈએ. એ પછી તમારે આ સ્ટેપ્સ ફૉલો કરવાં જોઈએ. 

સૅન્ડવિચ ડ્રેસિંગમાં શું-શું કરી શકાય?


સૅન્ડવિચ ડ્રેસિંગ તમારો જે મૉનોટોનસ લુક છે એને બ્રેક કરે છે અને એમાં કલર ઍડ કરી તમારા બૉડી શેપને એન્હૅન્સ કરવાનું કામ કરે છે એમ જણાવતાં ફૅશન-ડિઝાઇનર કવિતા સંઘવી કહે છે, ‘જો તમારી કમર પાતળી હોય તો તમે એક ગાઉન પર કોઈ અન્ય કલરનો બેલ્ટ પહેરી લો તો આનાથી તમારી કમર વધુ પાતળી દેખાશે અને તમારા ડ્રેસને પણ એક સ્ટાઇલ મળશે. એ સિવાય જો તમારું બસ્ટ હેવી હોય તો તમે એને બ્લેઝરનું લેયરિંગ કરીને હાઇડ કરી શકો છો. તમારા લેહંગા-ચોલી બ્લુ કલરના હોય તો તમે એના પર યલો કલરનું લૉન્ગ જૅકેટ પહેરી શકો છો. એમાં પણ હાલમાં જે વિન્ટર સીઝન ચાલી રહી છે એમાં ઠંડીથી બચવા માટે તમે તમારા સિંગલ કલરના ડ્રેસ ઉપર ડિફરન્ટ કલરના જૅકેટ કે પછી શૉલને ડ્રેપ કરીને સૅન્ડવિચ ડ્રેસિંગ ટ્રાય કરી 
શકો છો.’

columnists fashion news fashion