ઉનાળા માટે તમે વૉર્ડરોબને અપડેટ કર્યું છે કે નહીં?

15 April, 2019 11:07 AM IST  |  | મૅન્સ વર્લ્ડ - વર્ષા ચિતલિયા

ઉનાળા માટે તમે વૉર્ડરોબને અપડેટ કર્યું છે કે નહીં?

ઉનાળામાં સફેદ કપડા છે શ્રેષ્ઠ

કામકાજના કારણે આખો દિવસ બહાર રહેતા અને ટ્રેનનો પ્રવાસ કરતા પુરુષોને ઉનાળાની મોસમ અકળાવી નાખે છે. પરસેવાના લીધે શર્ટ અથવા ટી-શર્ટ શરીર પર ચોંટી જાય એટલે સ્વાભાવિક છે અણગમો અને કંટાળો ઉદ્ભવે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉપર જશે. આ સીઝનમાં તમારા મૂડ અને સ્ટાઇલને અનુરૂપ આરામદાયક અને કૂલિંગ ફીલ કરાવતાં વસ્ત્ર પસંદ કરવાં જોઈએ. ખાસ કરીને પુરુષોએ ઉનાળામાં પરસેવો શોષી લે અને ગરમીના પ્રકોપથી રક્ષણ કરે એવાં શર્ટ પહેરવાં જોઈએ. આ સાથે સ્ટાઇલનું પણ ધ્યાન રાખવું પડે. સ્ટાઇલિશ લુકની સાથે હિટવેવ સામે ફાઇટ કરવા સમર્થ વાઇટ શર્ટ સમર સીઝનમાં બેસ્ટ ઑપ્શન છે. ચાલો ત્યારે જોઈએ નવી સીઝનમાં વાઇટ શર્ટમાં નવું શું છે? 

વાઇટ જ કેમ?

ઉનાળાની મોસમમાં મોટા ભાગના લોકો સવેત વસ્ત્ર પહેરવાનું પસંદ કરે છે એનાં સાયન્ટિફિક કારણો છે. આ મોસમમાં બહારનું તાપમાન ઊંચું હોય છે. સૂર્યનો આકરો તડકો તમારા શરીરને દઝાડે છે. સવેત અને અન્ય આછાં રંગનાં વસ્ત્ર પ્રકાશને પ્રતિબિંબિત કરી સૂર્યના તાપને શોષી લે છે. ઉનાળાની મોસમમાં આ રંગનાં વસ્ત્ર તમારા શરીરના તાપમાનને સામાન્ય રાખે છે. ગરમીમાં મગજનો પારો પણ ચડી જાય છે. સવેત રંગ શાંતિનું અને સુઘડતાનું પ્રતીક છે જે નેગેટિવિટીને પ્રવેશવા દેતું નથી અને મગજ શાંત રહે છે. તેથી જ વાઇટ ક્લોથને સમર ક્લોથ કહે છે.

મટીરિયલ

સવેત રંગમાં સુતરાઉ કાપડ શ્રેષ્ઠ કહેવાય એવું આપણે હંમેશાંથી સાંભળતા આવ્યા છીએ. કૉટન સૉફ્ટ અને લાઇટ નૅચરલ ફાઇબર છે. આપણા દેશમાં કપાસની ઊપજ વધુ હોવાથી લગભગ દરેક પ્રકારનાં વસ્ત્રમાં એનો વપરાશ વધારે છે. પુરુષોના વાઇટ શર્ટનું મટીરિયલ કેવું હોવું જોઈએ? મેન્સ ડિઝાઇનર ભાવેશ કંપાણી મટીરિયલ વિશે માહિતી આપતાં કહે છે, ‘પ્યૉર કૉટન, લિનન, ગીઝા કૉટન ફૅબ્રિકને સમર ફૅબ્રિક કહેવાય. ઉનાળામાં તમે ગમે એટલું ઍરકન્ડિશન્ડમાં રહો, પણ મુસાફરી દરમ્યાન અને બહાર નીકળો ત્યારે ગરમી તો લાગવાની જ. પરસેવાના કારણે ઇચિંગ પ્રૉબ્લેમ થાય છે. કૉટન ફૅબ્રિકથી બૉડી પર રેશિઝ થતાં નથી. વાઇટ કલર કૂલ ફિલિંગ આપે છે. નૅચરલ ફૅબ્રિક ઉપરાંત લેટેસ્ટમાં ખાકી પણ પોપ્યુલર છે. આ સીઝનમાં પ્યૉર વાઇટ તો ઑલટાઇમ પૉપ્યુલર છે જ, સાથે ઑફ વાઇટ અને અન્ય પેસ્ટલ પણ ખૂબ ચાલે છે. નૅચરલ કલર્સને અમે સિમેન્ટ કલર કહીએ છીએ. થોડું શાઇનિંગ જોઈતું હોય તો કૉટન સેટીન લીઝા ફૅબ્રિક પણ લઈ શકાય. આ બધાં જ બ્રિથેબલ ફૅબ્રિક્સ છે.’

વાઇડ કલેક્શન

વાઇટ કલર કૂલિંગ ફીલ આપે છે એ સાચું, પણ રોજ રોજ એકસરખાં શર્ટ પહેરવાનો તો પુરુષોને પણ કંટાળો આવે. આ વિશે વાત કરતાં ભાવેશભાઈ આગળ કહે છે, ‘અમારી પાસે વાઇટમાં સુપર કલેક્શન હોય છે. એટલી બધી વેરાઇટી અને ડિઝાઇન છે કે તમે આખી સીઝન રોજ નવું પહેરી શકો. સામાન્ય રીતે વાઇટ કલર ઑફિસ ગોઇંગ અને પાંત્રીસથી વધુની ઉંમરના પુરુષો વધારે પ્રીફર કરે છે. ઉનાળામાં હાફ સ્લીવ્ઝ વધુ ચાલે છે. વાઇટ ચેક્સ, વાઇટ સ્ટ્રીપ્સ, પ્લેન વાઇટ કલરમાં નેક ડિઝાઇન, ડૉબીસ ડિઝાઇન, ચેક્સચર્સ ફૅબ્રિક વગેરે જોવા જઈએ તો વાઇડ ચૉઇસ મળી રહે છે. બિઝનેસ મીટિંગ્સ અટેન્ડ કરવાની હોય તો ફુલ સ્લીવ્ઝના વાઇટ શર્ટ સાથે પેસ્ટલ કલર્સના બ્લેઝર્સમાં પણ આકર્ષક લાગે છે.’

આ પણ વાંચોઃ લગ્ન સિઝનમાં ફૉલો કરો ગુજરાતી એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયાના આ ટ્રેડિશનલ લૂક્સ

કૉલેજિયનો અને યંગસ્ટર્સમાં શર્ટ કરતાં ટી-શર્ટનો ક્રેઝ વધારે જોવા મળે છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘આ સીઝનમાં યુવાનો શર્ટ ખરીદે છે, પણ તેમને રોજ ન ગમે. તેમના માટે વાઇટ હોઝિયરી ફૅબ્રિકમાં વાઇટ ટી-શર્ટ બેસ્ટ ઑપ્શન છે. આ ફૅબ્રિક બનિયન જેવું સ્ટ્રેચેબલ હોય છે. એમાં પણ પેસ્ટલ કલરનું કૉમ્બિનેશન કરી શકાય. તેઓ કેપ્રી અથવા હાફ પેન્ટ સાથે આવાં ટી-શર્ટ પહેરવાનું પસંદ કરે છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે એક તો વાઇટ કલર, એમાં પરસેવાના ડાઘા પડે તો ખરાબ દેખાય. પણ એવું નથી. પ્યૉર કૉટન ફૅબ્રિક થોડું જાડું હોય છે અને એમાં પરસેવાનાં ધબ્બા બિલકુલ દેખાતા નથી. ટ્રાન્સપરન્ટ વાઇટ શર્ટ પણ ફૅશનમાં છે. યુવાનો બૉડી બતાવવા પહેરે છે તો મધ્યમ ઉમંરના પુરુષો અંદર બનિયન પહેરીને પણ આવાં શર્ટ ખરીદે છે. આ બધી ડિઝાઇનમાં મોટા ભાગે કસ્ટમાઇઝ્ડ સાઇઝ હોય એટલે વાંધો ન આવે.’

આ પણ વાંચોઃ ઉનાળામાં ગરમીથી બચવા આ ગોલા ખાઈને મેળવો ઠંડક

હૉલિડે મૂડમાં પણ વાઇટ

ડે ટુ ડે લાઇફમાં વાઇટ શર્ટ પહેરવાનું ગમે, પણ વીકએન્ડ અને હૉલિડેમાં શું પહેરવું એ પ્રસન પાછો ઊભો થાય તો એના પણ વિકલ્પો છે. ડિઝાઇનરોનું કહેવું છે કે રજાના દિવસે પુરુષોએ વાઇટ કુર્તા પાયજામા પ્રીફર કરવા જોઈએ. આ ડ્રેસમાં તેમની પર્સનાલિટી ખીલે છે અને મૂડ પણ ચેન્જ થઈ જાય છે. ઘરમાં હોવ ત્યારે સવારથી લૉન્ગ અથવા શૉર્ટ વાઇટ કુર્તો પહેરી શકાય. પાયજામાની જગ્યાએ જીન્સ ચાલે. કુર્તા પાયજા ઉપરાંત હવે પઠાણી પણ આવી ગયા છે એમ જણાવતાં ભાવેશભાઈ કહે છે, ‘હૅન્ડલૂમ અને ચિકન કુર્તા ઉપરાંત હમણાં પઠાણી સ્ટાઇલ પણ લોકપ્રિય છે. રજાના દિવસે ફૅમિલીને લઈને ડ્રાઇવ પર નીકળ્યા હોય તો આવા ડ્રેસમાં નવું પણ લાગે અને મજા આવી જાય. પઠાણીમાં તો તમે પલાંઠી વાળીને બેઠાં હોવ તો પણ રિલૅક્સ ફીલ કરો. બીચ પર જવાનું હોય તો હાફ પેન્ટ સાથે યંગસટ્ર્સ જેવાં વાઇટ ટી-શર્ટ પહેરવાથી પણ કંઈક નવું પહેર્યું હોય એવું લાગશે.’

fashion life and style Varsha Chitaliya