Holi 2019:બેફિકર થઈ હોળી રમવા માટે આ આઉટફિટ્સ કરો અવોઈડ

20 March, 2019 09:36 PM IST  | 

Holi 2019:બેફિકર થઈ હોળી રમવા માટે આ આઉટફિટ્સ કરો અવોઈડ

કપડાં પહેરવામાં રાખો ધ્યાન

ધુળેટી રંગોનો તહેવાર છે, અને રંગ્યા કે રંગાયા વગર હોળી અધૂરી છે. તો ધૂળેટીનો તહેવાર બગડે નહીં, મૂડ ન બગડે તે માટે કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. જેમાંથી એક છે ધૂળેટીના દિવસે પહેરાતા કપડા. શીયર, ટાઈટ અને વ્હાઈટ આઉટફિટ્સ તમને સ્ટાઈલિશ અને ટ્રેન્ડી જરૂર બનાવશે પરંતુ ધૂળેટીના દિવસે આ આઉટફિટ્સ કમ્ફર્ટેબલ નથી હોતા. એટલે તમે પણ ધૂળેટી સેલિબ્રેટ કરતા પહેલા એ જાણી લો કે ધૂળેટીના દિવસે કયા કપડા ન પહેરવા જોઈએ. 

સફેદ કપડા

ફિલ્મો અને સિરિયલ્સ બાદ હવે રિયલ લાઈફમાં પણ ધૂલેટીના દિવસે સફેદ કપડા પહેરવાનો ટ્રેન્ડ હિટ થઈ રહ્યો છે. વ્હાઈટ કપડા જોવામાં તો સારા લાગે છે, પરંતુ તેના પર લાગેલો રંગ સહેલાઈથી નથી ઉતરતો. ધૂળેટીના દિવસે ડાર્ક કલરના કપડાં જ બેસ્ટ હોય છે. તેના પર લાગેલો રંગ ઝડપથી દેખાતો નથી અને ધોવામાં મહેનત પણ નથી કરવી પડતી.

ટાઈટ કપડા

ધૂળેટી એન્જોય કરવા કરવા ઈચ્છો છો, તો તમારે કમ્ફર્ટેબલ રહેવું ખૂબ જ જરૂરી છે. એટલે જ ધૂળેટીમાં રમવા જતા પહેલા વધુ ટાઈટ કપડા ન પહેરો. કારણ કે ખાલી પાણીથી હોળી રમો ત્યારે ચૂડીદાર અને ટાઈટ આઉટફિટ બોડીને ચોંટી જાય છે, જેના કારણે મુશ્કેલી સર્જાય છે.

શોર્ટ્સ અને મિની સ્કર્ટ્સ

શોર્ટ્સ અને મિની સ્કર્ટ્સ ખૂબ જ ટ્રેન્ડી અને સ્ટાઈલિશ લાગે છે, પરંતુ ધૂળેટીના દિવસ માટે આ યોગ્ય ઓપ્શન નથી. શોર્ટ્સ પહેરવાથી પગ કવર નથી થતા. ત્યારે પાકા કલર તમારા પગ પર પણ લાગી શકે છે. એટલે જો તમારે પગ ન બગાડવા હોય તો આવી શિચ્યુએશનથી બચવું જોઈએ.

જાડા ફેબ્રિકવાળા કપડા

હોળી પાર્ટી માટે જાડા ફેબ્રિકવાળા કપડા પહેરવા કરતા લાઈટ ફેબ્રિકવાળા કપડા પહેરો. જો તમે પાણીથી હોળી રમશો તો જાડા ફેબ્રિકવાલા આઉટફિટ ઝડપથી સુકાતા નથી, અને વજન પણ લાગે છે. જે અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે.

આ પણ વાંચોઃ હોળી 2019 : હોળી રમતા જો ફોન પલળે તો ચિંતા ન કરો, આ સ્ટેપ્સ કરો ફૉલો

શીયર શર્ટ

શીયર શર્ટ ઉનાળામાં ગરમી માટે સારું સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે. પરંતુ ધૂળેટીના દિવસે શીયર શર્ટ પહેરવાનો આઈડિયા યોગ્ય નથી. કારણ કે પાણીમાં પલળ્યા બાદ શીયર શર્ટ ટ્રાન્સપરન્ટ થઈ જાય છે, અને દેખાવમાં સારો નથી લાગતો.

life and style news