15 July, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આમ તો માર્કેટમાં અઢળક બ્રૅન્ડ્સનાં સ્કિન-ક્લેન્ઝર ઉપલબ્ધ છે પણ ઘરેલુ નુસખા કેમિકલ-ફ્રી અને શુદ્ધ હોવાથી ઇન્ફ્લુઅન્સર્સ અને કલાકારો પણ નૅચરલ રેમેડી તરફ વળ્યા છે અને આ જ કારણ છે કે સદીઓ જૂના નુસખાઓ ટ્રેન્ડમાં આવ્યા છે. સ્કિનને હેલ્ધી અને ફ્રેશ રાખવા હેલ્ધી ડાયટની સાથે કેટલાક ઘરગથ્થુ નુસખાઓને અજમાવવામાં આવે તો એ પ્લમ્પી, હેલ્ધી, ગ્લોઇંગ અને સૉફ્ટ રહે છે.
લીંબુ અને મધનું મિશ્રણ દરરોજ ચહેરા પર લગાવીને ૧૫ મિનિટ સુધી રાખવામાં આવે તો ત્વચામાં રહેલી ગંદકી દૂર થાય છે.
ઍલોવેરા જેલ ક્લેન્ઝરનું કામ કરે છે. એને ચહેરા પર લગાવ્યા બાદ અડધો કલાક સુધી રહેવા દો અને અને પછી એને નવશેકા પાણીથી ધોઈ નાખો. જેમની સેન્સિટિવ સ્કિન હોય એ લોકો માટે આ નુસખો સૌથી બેસ્ટ છે.
ટમેટા અને કાકડીને બ્લેન્ડ કરીને એનો રસ ચહેરા પર અપ્લાય કરવાથી પણ ચહેરો ક્લીન થાય છે.
ખાસ કરીને જેમની સ્કિન ઑઇલી હોય તેઓ મલાઈ વગરના દહીંમાં ઓટ્સ મિક્સ કરીને સ્ક્રબ તરીકે ઉપયોગ કરે તો એ ડીપ ક્લીનિંગ કરે છે અને ત્વચાને સૉફ્ટ બનાવે છે.
ડ્રાય સ્કિન હોય એવા લોકોએ અડધું કેળું મસળીને એમાં થોડું દૂધ ઉમેરીને ફેસપૅક તૈયાર કરવો. એને ચહેરા પર લગાવીને ૧૫ મિનિટ સુધી રાખો. એ સ્કિનને ક્લીન કરવાની સાથે મૉઇશ્ચર પણ આપે છે.
કોઈ પણ નુસખો ટ્રાય કરતાં પહેલાં હંમેશાં પૅચ-ટેસ્ટ કરી લેવી જેથી ખબર પડે કે એ ત્વચા માટે સૂટ થાય છે કે નહીં. નુસખો અજમાવ્યા બાદ ચહેરાને નવશેકા પાણીથી ક્લીન કરી લેવું.