દિવાળી પૂજામાં ટ્રાય કરો ફ્યુઝન ઘાઘરા-ચોલી

21 October, 2022 01:04 PM IST  |  Mumbai | Alpa Nirmal

આ ફૅશન ટ્રેન્ડ યંગ ગર્લ્સથી લઈ મિડલ એજની લેડીઝ, સર્વેને સૂટ થાય છે. વધુ કંઈ કરવાનું નથી; તમારા વૉર્ડરોબમાં રહેલાં હેવી સાડી, દુપટ્ટા, ચણિયાચોળી, બ્લાઉઝને મિક્સ-મૅચ કરી તમારો યુનિક ડ્રેસ બનાવવાનો છે

દિવાળી પૂજામાં ટ્રાય કરો ફ્યુઝન ઘાઘરા-ચોલી

હટકે કૉમ્બિનેશન

લાલ, લીલો, પીળો, ગુલાબી, બ્લુ જેવાં ઑલટાઇમ ફેવરિટ કૉમ્બિનેશન સાથે બ્રાઉન-બ્લુ, બ્રાઉન-રેડ, ગ્રે-રેડ, બ્લુ-રેડ, ગ્રે-ગ્રીન, ગ્રીન-વાઇટ, ગ્રીન-બ્લુ, બ્લુ-ઑરેન્જ, બ્રાઉન-ઑરેન્જ જેવા કલર મૅચ અત્યારે હૉટ છે.

લેડીઝ, દિવાળીની સાફ-સફાઈમાં તમારા કબાટનું ક્લીનિંગ પણ કર્યું જ હશે અને સફાઈ કરતાં-કરતાં એ વિચાર પણ આવ્યો જ હશે કે યાર, આ જૂની ટીકીવાળી સાડીઓ, સેલાં, લગ્નનાં અને અન્ય ફંક્શનમાં બનાવડાવેલાં ચણિયાચોળીનું શું કરું? આઉટ ઑફ ફૅશન છે એટલે પહેરાતાં નથી અને અતિશય મોંઘાં અને મહત્ત્વની યાદો સાથે સંકળાયેલાં છે એટલે કાઢી પણ નથી નખાતાં, કબાટમાં જગ્યા રોકે છે બસ.

ખરેખર, ફૅશન એટલી ઝડપથી બદલાઈ રહી છે કે લેટેસ્ટ ડિઝાઇનનાં લીધેલાં કપડાં બે મહિનામાં જૂનાં લાગવા લાગે છે. વળી, ઇન્સ્ટા અને ફેસબુકના જમાનામાં એકનાં એક કપડાં બે-ચાર વખત પહેરો એટલે બહુ થઈ જાય. ચાર-છ મહિનાના ગૅપ પછી એ કોઈ ઑકેશનમાં પહેરો અને સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ પર તમારો ફોટો અપલોડ કરો એટલે તરત કમેન્ટ આવે કે સો ઓલ્ડ, ડ્રેસ... વેલ, એવા સમયે આ ફેસ્ટિવલ સીઝનમાં એ ઓલ્ડ ક્લોથ્સને ફ્યુઝન કરી હટકે ડ્રેસ બનાવી શકો છો, જેમાં નથી કંઈ નવું સિવડાવવાનું કે નથી કંઈ નવું ખરીદવાનું. જસ્ટ ઓપન યૉર વૉર્ડરોબ ઍન્ડ યૉર માઇન્ડ ઍઝ વેલ.

સૌપ્રથમ તમારી પાસે જેટલી હેવી સાડીઓ છે - બનારસી સેલાં, કાંજીવરમ, પટોળાં, પૈઠણી, કે ટીકી ભરત ભરેલી જૂની સાડી - ઘરચોળું વગેરે બહાર કાઢો. અને જરૂરી નથી કે એ બધાં ૧૫-૨૦ વર્ષ જૂનાં હોય, હમણાં પણ કોઈ પ્રસંગ માટે લીધેલી હોય એવી સાડીઓ પણ લેવાય, એ સાથે જ, લગ્નના કે અન્ય ઑકેશન માટે લીધેલાં હેવી, મીડિયમ હેવી ચણિયાચોળી પણ બહાર કાઢો અને સાથે તમારી પાસે રહેલા ડ્રેસમાં પહેરાતા હેવી લુક આપતા દુપટ્ટાઓ પણ. અને હા, ભારે સાડીઓ સાથે બનાવડાવેલા બ્લાઉઝની થપ્પી પણ. નાઉ, થિન્ક કે કયા કલર સાથે કયું મૅચિંગ કરું? એ કૉન્ટ્રાસ્ટ પણ હોઈ શકે. એક જ ફૅમિલીના ડાર્ક-લાઇટ શેડ પણ હોઈ શકે. જેમ કે તમારી પાસે લગ્નનાં રેડ કલરનાં ચણિયાચોળી છે, જેમાં ગોલ્ડન જરદોસી ને કુંદન જેવું વર્ક છે. એ સાથે બીજા કોઈ ડ્રેસનો ઑરગન્ઝા કે શિફોન મટીરિયલમાં લાઇટ વર્ક કરેલો કે ગોલ્ડન આભલાવાળો સી ગ્રીન, ઑફ્ફ વાઇટ, યલો કે ઇવન લાઇટ બ્રાઉન જેવા શેડનો કોઈ દુપટ્ટો છે તો મૅચ ઇટ. ના, બ્લાઉઝમાં તમારે ચણિયાચોળીના બ્લાઉઝનો ઉપયોગ નથી કરવાનો, બલકે ઘાઘરા અને દુપટ્ટા બેઉને કૉમ્પ્લિમેન્ટ કરતા થર્ડ કલરનું બ્લાઉઝ પહેરવાનું છે અથવા દુપટ્ટાના રંગના ફૅમિલી શેડનું. ત્રણ-ચાર અલગ-અલગ કલરનાં કપડાં જોડીને બનાવાયેલું ભારે બ્લાઉઝ પણ ચાલે, બસ એમાં ગોલ્ડન વર્ક કે બોર્ડર, લેસ વગેરે હોવાં જરૂરી છે, જેથી ખૂબ ભરતકામવાળા ઘાઘરાને ડલ ના પડવા દે. એવી જ રીતે તમારી પાસે સિલ્કનો પ્લેન ઘેરવાળો ઘાઘરો હોય કે બનારસી ફૅબ્રિકનો ચણિયો છે તો એ ચણિયા સાથે હેવી વર્કવાળો દુપટ્ટો પહેરી શકાય અને જો ભારે દુપટ્ટો નથી તો તમારી કાંજીવરમ કે પૈઠણી સાડીને દુપટ્ટાની સ્ટાઇલમાં પહેરી શકાય. સાડાપાંચ મીટરની આ સાડીને રેગ્યુલર ચણિયા ફરતે વીંટાળીને નથી પહેરવાની, બંગાલી કે ગુજરાતી સ્ટાઇલનો છેડો કરી બાકીની બચેલી આખી સાડીની પ્લીટ્સ કરી ફ્રન્ટમાં એકસાથે ખોસી દેવાની, જેથી અડધો ચણિયો દેખાય, અને અડધી સાઇડ સાડી દેખાય અને આમાં પણ બ્લાઉઝ હેવી વર્કવાળું પહેરવું. 

હવે, તમારી પાસે નથી કોઈ હેવી ભરત ભરેલો ચણિયો કે નથી સિલ્ક જેવા મટીરિયલનો ઘેરવાળો ચણિયો. તો શું? તો પણ નો પ્રૉબ્લેમ, રેગ્યુલર સાડી ચણિયાની ઉપર સેલા ટાઇપની સાડીની નાની-નાની પ્લીટ બનાવી પહેરવી, જે એક ઘેરદાર ઘાઘરાનો લુક ક્રીએટ કરે. એની ઉપર વર્કવાળું કૉન્ટ્રાસ્ટ બ્લાઉઝ અને શિફોન, જ્યર્જેટ કે સિલ્ક જેવા ફ્લોઇ મટીરિયલનો દુપટ્ટો. ‘થઈ ગયાં ફ્યુઝન ઘાઘરા-ચોલી તૈયાર?’ અને આ જ રીતે જો તમારે હજી વધુ એક્સપરિમેન્ટલ લુક ક્રીએટ કરવો છે તો એક ચણિયામાં બે સાડીની નાની-નાની પ્લીટ્સ બનાવી પહેરી શકાય અને એમાંથી જ એક સાડીનો પલ્લુ ખભા પર નાખી દુપટ્ટો પણ બનાવી શકાય. આ લુક મોટી બોર્ડરવાળી સાડી ઉપર ખૂબ સરસ લાગે છે, ખાસ કરીને કાંજીવરમ. બ્લાઉઝ તરીકે એ બે સાડીમાંથી કોઈ એક સાડીનું બ્લાઉઝ પહેરાય અથવા મલ્ટી-કલરનું હેવી બ્લાઉઝ પણ પહેરાય. દા. ત. તમારી પાસે સાઉથ ઇન્ડિયન ચેક્સવાળું બલૅક ઍન્ડ વાઇટ કાંજીવરમ છે અને બીજું રાણી કલરનું કાંજીવરમ કે બનારસી સાડી છે તો ચેક્સ અને પ્લેન એમ બે ડિફરન્સ સાડીઓ બેહદ અમેઝિંગ લાગે છે. આ જ રીતે કલમકારી અને પ્લેન બોર્ડરવાળી બનારસી કે પૈઠણી સાડી પણ અદ્ભુત લુક ક્રીએટ કરે છે.

રેખા ગુપ્તા

પ્લીઝ નોટ

દિવાળી અને નવરાત્રિ બે ભિન્ન તહેવાર છે. અહી વર્કવાળાં સાડી-બ્લાઉઝ, ચણિયા મીન્સ સોનેરી જરીભરત ભરેલા, જરદોસી વર્ક, કુંદન વર્ક, પીટા વર્ક, ગોટા વર્ક વગેરે. રબારી વર્ક અને આભલાં-ભરત, કચ્છી ભરત નહીં... ફ્યુઝન ઘાઘરા-ચોલી બનાવવામાં નોરતાંના કપડાંઓ સાથે સેલા, સાડીનું કૉમ્બિનેશન ઑફ-ટ્રેન્ડ લાગશે.

ફ્યુઝન ઘાઘરા-ચોલી બનાવતી વખતે રિચ મટીરિયલનાં કપડાંનો યુઝ કરવો. સિલ્ક, સેમી-સિલ્ક, ઑરગન્ઝા પ્યૉર જ્યૉર્જેટ, ચંદેરી વગેરે. કૉટન, ટેરિકૉટન, સ્ટ્રિક્ટલી નો..... નો... એ જ પ્રમાણે જ્વેલરી પણ ગોલ્ડ કે કુંદનની પહેરવી, ઑક્સિડાઇઝ ઓલ્સો નો.

હવે દરેક યુવતી પાસે મલ્ટી-ફૅબ્રિકના હેવી વર્કવાળાં બ્લાઉઝ હોય જ છે, જે એક કરતાં વધુ સાડીઓ સાથે પહેરી શકાય છે, એ જ રીતે સાડી સાથે ડિફરન્ટ કૉમ્બિનેશનનાં બ્લાઉઝ પહેરવાનો ટ્રેન્ડ છેલ્લાં થોડાં વર્ષોથી શરૂ થયો છે. આવાં બ્લાઉઝ ફ્યુઝન ઘાઘરા-ચોલીમાં પણ યુઝ કરી શકાય.

 અત્યારે ૩૦-૪૦ વર્ષ પહેલાં ચાલતું ટીકી વર્ક રિવાઇન્ડ થયું છે. જો તમારી પાસે એ સોનેરી ભરતની સાડી હોય, એને દુપટ્ટા બનારસી કે કાંજીવરમ સાડીના ચણિયા સાથે પહેરવી ટ્રેન્ડી છે. 
 છેલ્લા થોડા વખતથી હેવી દુપટ્ટાની ફૅશન જોરદાર છે. બનારસી પટોળાં, ચંદેરી, કલમકારી, બાટિક, અજરખ વગેરે દુપટ્ટાઓ, મોટા ભાગની લલનાઓ પાસે જોવા મળશે જ.

ડિઝાઇનર્સ ઑપિનિયન

શી’ઝ ફૅશનનાં રેખા ગુપ્તા કહે છે, ‘તમે જોશો કે મોટા-નામી ડિઝાઇનરોના ક્લેક્શનમાં બ્રાઇડલ લહેંગા-ચોલી સાથે આવાં ફ્યુઝન ચણિયાચોલી હશે જ. અરે, અમુક ડિઝાઇનરો તો ફક્ત મિક્સ મૅચ ઘાઘરા-ચોલી જ બનાવે છે. ડિફરન્ટ ફૅબ્રિક, ડિફરન્ટ ટેક્સ્ચર સાથે અનયુઝવલ કૉમ્બિનેશનના થ્રી-પીસ સેટ અદ્વિતીય હોય છે, પરંતુ તે ખૂબ એક્સપેન્સિવ તેમ જ દરેક વ્યક્તિ એ ટ્રેન્ડને કૅરી નથી કરી શકતી એટલે આ ફૅશન બહુ વ્યાપક બની નથી. જોકે નાની પાર્ટીઝમાં, ફૅમિલી-ફ્રેન્ડ્સના ગેટ-ટુગેધરમાં આવાં ઘાઘરા-ચોલી પહેરીને ડૅરિંગ ડેવલપ કરી શકાય છે. બીજું મારા મતે આમાં કંઈ પર્મનન્ટ તો છે નહીં, ફિક્સ કૉમ્બિનેશન કે પૅટર્ન કે સ્ટિચિંગ નથી. સાડી ચણિયામાં ખોસી ઘાઘરો બની જાય છે તો એ સાડી દુપટ્ટા તરીકે પણ પહેરી શકાય છે. એ જ રીતે એક વખત એક કૉમ્બિનેશન કર્યું તો બીજી વખત બીજું. આમ તમે ઑલ્વેઝ નવો અને યુનિક લુક ક્રીએટ કરી શકો છો.’

columnists fashion news fashion alpa nirmal diwali