પર્ફેક્ટ મૅટરનિટી સ્ટાઇલ

11 October, 2022 03:59 PM IST  |  Mumbai | Aparna Shirish

મોટા ભાગની ઍક્ટ્રેસિસ પ્રેગ્નન્સી દરમ્યાન બેબી-બમ્પ હાઇલાઇટ થાય એવુ ડ્રેસિંગ કરતી હોય છે, પરંતુ આલિયા એવા લૂઝ ડ્રેસિસ પહેરી રહી છે કે તેના પેટ પર કોઈની નજર ન જાય

આલિયા ભટ્ટ ઇન પર્ફેક્ટ મૅટરનિટી સ્ટાઇલ

બૉલીવુડમાં કોઈ પણ અભિનેત્રી મમ્મી બનવાની હોય એટલે તેનુ ડ્રેસિંગ અને મૅટરનિટી સ્ટાઇલ ચર્ચાનો વિષય હોય છે. હાલમાં બૉલીવુડમાં બે મમ્મી ટુ બી છે. એક આલિયા ભટ્ટ અને બીજી બિપાશા બાસુ. જોકે આલિયા ભટ્ટનું ડ્રેસિંગ હાલમાં વધુ ચર્ચાઈ રહ્યું છે, કારણ છે તેની સિમ્પલ છતાં સુંદર સ્ટાઇલ. જાણી લો શા માટે તેની મૅટરનિટી સ્ટાઇલ ખૂબ વખણાઈ રહી છે

ડોન્ટ ટચ માય બમ્પ

મમ્મી ટુ બી દેખાય એટલે તેને જે મળે તેની નજર તેના પેટ તરફ જતી હોય છે અને કેટલાક તો પેટને હાથ પણ લગાવે છે. એક ઇન્ટરવ્યુ દરમ્યાન આલિયાએ પોતાની મૅટરનિટી સ્ટાઇલ વિશે કહ્યું હતું કે તે નથી ચાહતી કે કોઈ આવીને તેના પેટને વારંવાર હાથ લગાવે અને માટે જ તે લૂઝ અને કમ્ફર્ટેબલ ડ્રેસિંગ કરી રહી છે. આલિયાના ડ્રેસિસમાં આગળની બાજુએ ફ્લેર હોય છે. તે ટાઇટ ડ્રેસ નથી પહેરતી અને માટે જ તેના પેટ પર ખાસ નજર નથી જતી. આ વિશે વાત કરતાં ડિઝાઇનર પરિણી ગાલા અમૃતે કહે છે, ‘આલિયા વર્કિંગ છે. તે સતત પોતાના કામ માટે બહાર હોય છે અને મીડિયાની સામે તેને આવવું પડે છે. તેણે કોઈ મારી સ્ટાઇલ વિશે શું કહેશે એના કરતાં એને શું કમ્ફર્ટેબલ રાખે છે એનો વિચાર કર્યો છે. તાજેતરમાં એના બેબી-શાવરમાં પણ તેણે કમ્ફર્ટેબલ એવો અનારકલી ડ્રેસ પહેરવાનું પસંદ કર્યું હતું, જે દેખાડે છે કે તે પોતાના કમ્ફર્ટને ટ્રેન્ડ્સ કરતાં વધુ પ્રાધાન્ય આપે છે.’ એક એવી વ્યક્તિ જે પોતાની લાઇફને પ્રાઇવેટ રાખવા માગે છે તેને માટે આ પ્રકારનું સ્ટાઇલિંગ પર્ફેક્ટ છે.

પોતાની પસંદ મહત્ત્વની

માતૃત્વ એ લાઇફનો એક આગવો અને સુંદર પ્રસંગ છે. કેટલીક સ્ત્રીઓ પોતાના બેબી-બમ્પને પ્રાઉડલી શો કરવા માગે છે, જ્યારે અમુક સ્ત્રીઓ ચાહે છે કે તેમના બેબી-બમ્પને કોઈની નજર ન લાગે. અહીં પોતપોતાની પસંદગી અને ખાસ કરીને કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને ડ્રેસિંગ કરવું જોઈએ. જો કમ્ફર્ટ લાગતું હોય તો મૅટરનિટી જીન્સનો પણ ઑપ્શન છે અને નહીં તો કુર્તી અને લેગિંગ્સ પણ બેસ્ટ છે.

વર્કિંગ મધર્સ 

ડિઝાઇનર પરિણી કહે છે, ‘આલિયાનો મૅટરનિટી વૉર્ડરોબ વર્કિંગ મધર્સને ઇન્સ્પાયર કરનારો છે. તમે પ્રેગ્નન્સી દરમ્યાન આખો દિવસ ઑફિસમાં હો ત્યારે વારંવાર પૅન્ટ કે લેગિંગ્સ ઉપર ખેંચતા રહેવું પડે અથવા કુર્તી કે ટૉપ ટાઇટ લાગે તો અગવડ જ લાગે. વળી મુંબઈની હીટમાં પ્રેગ્નન્સી દરમ્યાન ટાઇટ કપડાં અનકમ્ફર્ટેબલ છે. એના કરતાં જો આરામદાયક કૉટનના ફ્લોય ડ્રેસિસ પહેરવામાં આવે તો એમાં ગરમી પણ નહીં થાય અને સ્ટાઇલિશ પણ લાગશે.’

લગ્નથી લઈને પ્રેગ્નન્સી અને બેબી-શાવર સુધીનું આલિયાનું સ્ટાઇલિંગ જોઈએ તો એ પોતાના કમ્ફર્ટને જ ધ્યાન આપે છે. પ્રેગ્નન્સી દરમ્યાન ખુશ રહેવા માટે એ જરૂરી છે : પરિણી ગાલા અમૃતે, ફૅશન ડિઝાઇનર

columnists fashion news fashion alia bhatt