આ વર્ષના સ્કિન-કૅર ટ્રેન્ડ્સ વિશે જાણી લો

03 February, 2026 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે સ્કિન-કૅર એટલે કે ત્વચાની સંભાળના ક્ષેત્રમાં ક્રાન્તિકારી ફેરફારો આવવા જઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે હવે લોકો માત્ર ઉપરછલ્લી સુંદરતા નહીં પણ સ્કિન-સ્પૅન એટલે કે લાંબા ગાળા સુધી ત્વચાના સ્વાસ્થ્યને જાળવી રાખવા પર ધ્યાન આપશે

પ્રતીકાત્મક તસવીર

આ વર્ષે સ્કિનકૅરની દુનિયા બદલાવા જઈ રહી છે. અત્યાર સુધી આપણે લાઇફ-સ્પૅન એટલે કે આયુષ્ય વિશે સાંભળ્યું હતું, પરંતુ હવે નવો ટ્રેન્ડ છે સ્કિન-સ્પૅનનો. એનો અર્થ એ છે કે ત્વચા માત્ર દેખાવમાં જ નહીં પણ અંદરથી કેટલી સ્વસ્થ અને કાર્યક્ષમ છે એના પર ભાર મૂકવામાં આવશે.

એસ્થેટિક મિનિમલિઝમ : વધારે પડતી પ્રોડક્ટ્સ વાપરવાને બદલે હવે લોકો એવી પ્રોડક્ટ્સ પસંદ કરશે જેમાં પેપ્ટાઇડ્સ, સેરામાઇડ્સ અને રેટિનૉઇડ્સ જેવા શક્તિશાળી ઘટકોનું મિશ્રણ એકસાથે હોય. એટલે કે ઓછી પ્રોડક્ટ્સ, પણ વધુ અસરકારક પરિણામ.

સ્કિન-રીજનરેશન : ત્વચાની કુદરતી રિપેર-પ્રક્રિયાને પ્રોત્સાહન આપતી રીજનરેટિવ એસ્થેટિક પદ્ધતિઓનો ટ્રેન્ડ વધશે. નૅનોફૅટ, PRP અને એક્સોસોમ્સ જેવી ટેક્નૉલૉજીઓ દ્વારા ત્વચાના કોષોને સક્રિય કરીને એને લાંબા ગાળે સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.

પ્રી-જુવિનેશન : હવે ૨૦થી ૩૦ વર્ષના યુવાનો પણ કરચલીઓ અને એજિંગનાં ચિહ્‌નો દેખાય એ પહેલાં જ એની કાળજી લેતા થયા છે. બેબી બોટોક્સ અને રેડ લાઇટ થેરપી જેવી પદ્ધતિઓ દ્વારા એજિંગને વહેલી તકે રોકવાનો ટ્રેન્ડ જોર પકડશે.

AI આધારિત સ્કિન-કૅર : આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હવે તમારી ત્વચાનું વિશ્લેષણ કરશે. તમારી ત્વચાના પ્રકાર, વાતાવરણ અને જીવનશૈલીના આધારે AI તમારા માટે પર્સનલાઇઝ્ડ 
સ્કિન-કૅર પ્લાન તૈયાર કરી આપશે.

સ્કિન-લોન્જિવિટી સેન્ટર્સ : ભારતમાં પણ હવે એવાં સ્પેશ્યલ સેન્ટરો શરૂ થવા જઈ રહ્યાં છે જ્યાં ફક્ત સ્કિન-ટ્રીટમેન્ટ નહીં પરંતુ આહાર, જીવનશૈલી, હૉર્મોનલ બૅલૅન્સ અને સ્ટ્રેસ-મૅનેજમેન્ટ જેવાં પાસાંઓ પર કામ કરીને ત્વચાને લાંબા સમય સુધી સ્વસ્થ અને યુવાન રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.

પર્સનલાઇઝ્ડ અને મેડિકલ ગ્રેડ પ્રોડક્ટ્સ : બજારમાં મળતી સામાન્ય ક્રીમ કરતાં હવે લોકો ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી મેડિકલ ગ્રેડ પ્રોડક્ટ્સ તરફ વળશે. લોકો હવે એ જાણવા માગે છે કે જે-તે પ્રોડક્ટ તેમની ત્વચા પર ખરેખર શું અસર કરશે. 

skin care fashion fashion news lifestyle news life and style columnists