મૉડર્ન રિલેશનશિપની સ્ટોરી ‘રફ્તા રફ્તા’માં દેખાડશે ભુવન બામ

17 January, 2023 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝને રોહિત રાજ અને ભુવન બામે પ્રોડ્યુસ કરી છે

ભુવન બામ

ભુવન બામ અને સૃષ્ટિ ગાંગુલી રિંદાની મૉડર્ન રિલેશનશિપને ‘રફ્તા રફ્તા’માં દેખાડશે. આ સિરીઝ ઍમેઝૉન મિની ટીવી પર પચીસમી જાન્યુઆરીએ શરૂ થવાની છે. આ સિરીઝને રોહિત રાજ અને ભુવન બામે પ્રોડ્યુસ કરી છે. આ સિરીઝમાં ભુવન અને સૃષ્ટિ મૅરિડ કપલના રોલમાં દેખાશે. ભુવન તેની વાઇફને ખુશ રાખવા માટે તમામ પ્રયાસ કરે છે, પરંતુ એમાં તે નિષ્ફળ જાય છે. એનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સિરીઝ વિશે ભુવન બામે કહ્યું કે ‘મારો ઉછેર મિડલ ક્લાસ ફૅમિલીમાં થયો છે. આટલાં વર્ષોમાં જે પ્રકારે લગ્નજીવનમાં પરિવર્તન આવ્યું છે એને માટે અનેક જાણીતાં અને અજાણ્યાં પરિબળો જવાબદાર છે. રોમૅન્ટિક ડ્રામાને દેખાડવા માટે પૂરતું કન્ટેન્ટ મળી રહે છે. અમે મોડર્ન મૅરેજના એ અગત્યના પાસાને ‘રફ્તા રફ્તા’ દ્વારા અનોખા ટ્વિસ્ટ સાથે દેખાડવાનો પ્રયાસ કર્યો છે.’

ભુવન સાથે કામ કરવા તરત તૈયાર થનાર સૃષ્ટિએ કહ્યું કે ‘મને જ્યારે જાણ થઈ કે હું ભુવન સાથે આ શોમાં કામ કરવાની છું ત્યારે મેં તરત હા પાડી દીધી હતી. હું હંમેશાં તેને એક કન્ટેન્ટ ક્રીએટર તરીકે ઓળખતી હતી અને હવે એક ઍક્ટર તરીકે ઓળખું છું.’

entertainment news Web Series amazon