‘આશ્રમ 3’ના સેટ પર હુમલો થયો હોવા છતાં શૂટિંગ ચાલુ

27 October, 2021 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બજરંગ દળના સ્ટેટ કન્વીનર સુશીલ સુદેલેનું કહેવું છે કે ‘તેમણે અગાઉની બે સીઝનને ચલાવી લીધી હતી, કારણ કે કેટલાક આશ્રમમાં એવું થયું હતું અને તેમના હેડ જેલમાં પણ છે.

‘આશ્રમ 3’ના સેટ પર હુમલો થયો હોવા છતાં શૂટિંગ ચાલુ

બૉબી દેઓલની વેબ-સિરીઝ ‘આશ્રમ  3’ના સેટ પર હુમલો થયો હોવા છતાં એનું શૂટિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. ભોપાલમાં શૂટિંગ શરૂ કર્યાના બીજા જ દિવસે રાઇટ-વિન્ગ એટલે કે બજરંગ દળે સેટ પર હુમલો કર્યો હતો. ડિરેક્ટર પ્રકાશ ઝા પર શ્યાહી પણ ફેંકવામાં આવી હતી અને સેટ પર તોડફોડ કરી હતી. તેમનું કહેવું હતું કે આ શો હિન્દુત્વની વિરુદ્ધ છે. અરેરા હિલ્સ ​એરિયામાં આવેલી ઓલ્ડ જેલ પાસે શૂટિંગ કરવામાં આવ્યું હતું. જોકે શૂટિંગનો વિરોધ કરવામાં આવ્યો છતાં એનું શૂટિંગ બીજા દિવસથી શરૂ થયું હતું. બજરંગ દળના સ્ટેટ કન્વીનર સુશીલ સુદેલેનું કહેવું છે કે ‘તેમણે અગાઉની બે સીઝનને ચલાવી લીધી હતી, કારણ કે કેટલાક આશ્રમમાં એવું થયું હતું અને તેમના હેડ જેલમાં પણ છે. જોકે કોઈ પણ ફિલ્મમેકર્સ એના પર ફિલ્મ કે શો બનાવવા માગતા હોય તો તેમણે નામ દઈને એ બનાવવું જોઈએ. આ રીતે બનાવવામાં આવે તો દરેક આશ્રમમાં એવું જ થતું હોય એવું લાગે, જે અમને​ સ્વીકાર્ય નથી.’

bollywood news bollywood gossips bollywood entertainment news bobby deol web series