ડાન્સના રિયલ લાઇફ પૅશનને સ્ક્રીન પર દેખાડશે સંદીપા ધર

22 April, 2021 12:21 PM IST  |  Mumbai | Harsh Desai

તે હવે ડિઝની + હૉટસ્ટારની વેબ-સિરીઝમાં ઍમ્બિશિયસ ડાન્સરના રોલમાં જોવા મળશે

સંદીપા ધર

સંદીપા ધર તેના ડાન્સના પૅશનને હવે સ્ક્રીન પર દેખાડતી જોવા મળશે. તે હવે ડિઝની + હૉટસ્ટારની વેબ-સિરીઝમાં ઍમ્બિશિયસ ડાન્સરના રોલમાં જોવા મળશે. તેને ડાન્સ ખૂબ જ ગમે છે, પરંતુ એ કરવાનો ચાન્સ તેને આજ સુધી નહીં જેવો મળ્યો છે. તે વિક્રમ સિંહ ચૌહાણની લવ ઇન્ટરેસ્ટ તરીકે જોવા મળશે. આ વિશે વાત કરતાં સંદીપાએ કહ્યું હતું કે ‘મૈના ઇન્ડિપેન્ડન્ટ અને ઍમ્બિશિયસ હોય છે. આ મૉડર્ન સ્ટોરી તેના પાત્રની આસપાસ ફરતી જોવા મળે છે. તે તેના સપનાને પૂરા કરવા માગતી એક સ્વીટ છોકરી છે, જેની સાથે દર્શકો ચોક્કસ કનેક્ટ થઈ શકશે. આ શોની સૌથી સ્પેશ્યલ વાત એ છે કે મને જે સૌથી વધુ ગમે છે એ કરવા મને મળ્યું અને એ છે ડાન્સ. આ શોમાં મૈના ખૂબ જ મહત્ત્વનો પાર્ટ કરી રહી છે અને મને ખુશી છે કે વિક્રમ અને મારી કેમિસ્ટ્રી લોકોને પસંદ આવશે.’

entertainment news bollywood bollywood news Web Series web series harsh desai