પિરિયડ્સ વિશે ખુલીને થશે ચર્ચા, આવી રહી છે ડોક્યુમેન્ટરી વેબસિરીઝ

22 January, 2020 07:07 PM IST  |  અમદાવાદ

પિરિયડ્સ વિશે ખુલીને થશે ચર્ચા, આવી રહી છે ડોક્યુમેન્ટરી વેબસિરીઝ

પિરિયડ સ્ટોરીઝનું પોસ્ટર

પિરીયડ્સ આ વિષય પર લોકો જાહેરમાં ચર્ચા કરતા અચકાય છે. આ વિષય પર મહિલાઓ અંદર અંદર વાત કરી લેતી હોય છે, અને કેટલાક પુરુષોને ક્યારેક કદાચ ફરક જ નથી પડતો. જો કે આ વિષય પર ટૂંક સમયમાં જ ડોક્યુમેન્ટ્રી વેબ સિરીઝ રિલીઝ થવાની છે. પત્રકાર અને લેખિકા જ્યોતિ આ વિષય પર ડોક્યુમેન્ટ્રી વેબસિરીઝ બનાવી રહ્યા છે. આ વેબ સિરીઝમાં મહિલાઓને આવતા પિરીયડ્સ વિશે ગુજરાતના જાણીતા લોકો ચર્ચા કરશે.

પિરિયડ સ્ટોરીઝ વિશે વાત કરતા ડિરેક્ટર જ્યોતિ કહે છે કે,'અમારો ધ્યેય એ છે કે લોકો પિરિયડ્સ વિશે ખુલીને ચર્ચા કરે. આ સિરીઝમાં અલગ અલગ ક્ષેત્રના લોકો તેમના પિરિયડ આસપાસના અનુભવો વિષે વાત કરતા જોવા મળશે. પિરિયડ વિશે વાત કરવી વધુ ને વધુ સહજ બને તે હેતુથી આ સિરીઝ બનાવાઈ રહી છે. તેમાં ગાયનેકોજિસ્ટ, જર્નલિસ્ટ સહિતના જાણીતા લોકો પોતાના એન્ગલથી વાત કરશે.' 

'હેપ્પી ટુ બ્લીડ'નું દ્રશ્ય

ડોક્યુમેન્ટ્રી વેબ સિરીઝનો પહેલો એપિસોડ જાણીતા લેખક-કવિ ડૉ.નિમિત્ત ઓઝા સાથે શૂટ થઈ ચૂક્યો છે. પહેલા એપિસોડમાં ડૉ નિમિત્ત ઓઝા પિરિયડ અને પુરુષ તરીકે તેમના જીવનમાં પિરિયડની શું અસર છે તેની વાત તેઓ કરતા જોવા મળશે. આ સિરીઝ જ્યોતિના ફેસબૂક પ્લેટફોર્મ 'લવારો' ઉપર આવનારા દિવસોમાં સ્ટ્રીમ થશે. જ્યોતિ કહે છે કે અમે 25થી 30 એપિસોડ કરવા ઈચ્છીએ છીએ.

ડિરેક્ટર જ્યોતિ

જ્યોતિ આ પહેલા પણ આ વિષય પર કામ કરી ચૂક્યા છે. તેઓ 'હેપ્પી ટુ બ્લીડ' નામની સ્કીટમાં કૉ રાઈટર હતા. જેને યુથ ફેસ્ટિવલમાં ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું છે. જ્યોતિ કહે છે કે,'આ વિષય પર કામ કર્યું હોવાને કારણે મને ડોક્યુમેન્ટ્રી વેબસિરીઝમાં આસાની થઈ રહી છે. લોકોને આ વિષય પર વાત કરવામાં હું કન્વિન્સ કરી શકી છું.'

આ પણ વાંચોઃ Shikha Talsania: પિતાના પગલે ચાલી રહી છે ટીકુ તલસાણિયાની પુત્રી, જુઓ ફોટોઝ 

ઉલ્લેખનીય છે કે મૂળ પાલનપુરના જ્યોતિ હાલ અમદાવાદમાં રહે છે, તેઓ જાણીતા ગુજરાતી અખબારોમાં પત્રકાર તરીકે કામ કરી ચૂક્યા છે. આ વેબસિરીઝમાં તેમની સાથે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સિનેમેટોગ્રાફર-ફોટગ્રાફર હરિતોષ ભટ્ટ અને એડિટર યુગ ત્રિવેદી જોડાયેલા છે.

gujarati film entertaintment news web series