Shikha Talsania: પિતાના પગલે ચાલી રહી છે ટીકુ તલસાણિયાની પુત્રી, જુઓ ફોટોઝ

Updated: Sep 11, 2019, 12:06 IST | Bhavin
  • વીરે દી વેડિંગની મીરા યાદ છે ? આ ફિલ્મમાં પોતાના ટેણિયાઓને હાથમાં લઈને ફરતી મીરા એટલે જ આપણી ગુજરાતણ શિખા તલસાણિયા. નાની કરિયરમાં શિખા તલસાણિયા બોલીવુડમાં કાઠું કાઢી ચૂકી છે. 

    વીરે દી વેડિંગની મીરા યાદ છે ? આ ફિલ્મમાં પોતાના ટેણિયાઓને હાથમાં લઈને ફરતી મીરા એટલે જ આપણી ગુજરાતણ શિખા તલસાણિયા. નાની કરિયરમાં શિખા તલસાણિયા બોલીવુડમાં કાઠું કાઢી ચૂકી છે. 

    1/15
  • શિખા તલસાણિયા જાણીતા ગુજરાતી એક્ટર ટીકુ તલસાણિયાની પુત્રી છે. ગુજરાતી નાટકોમાં અને બોલીવુડમાં ટીકુ તલસાણિયાનું મોટું પ્રદાન છે. હવે શિખા પણ પિતાના પગલે પગલે ચાલી રહી છે. 

    શિખા તલસાણિયા જાણીતા ગુજરાતી એક્ટર ટીકુ તલસાણિયાની પુત્રી છે. ગુજરાતી નાટકોમાં અને બોલીવુડમાં ટીકુ તલસાણિયાનું મોટું પ્રદાન છે. હવે શિખા પણ પિતાના પગલે પગલે ચાલી રહી છે. 

    2/15
  • શિખા તલસાણિયાએ બોલીવુડમાં રણબીર કપૂરની ફિલ્મ 'વેક અપ સિડ'થી ડેબ્યુ કર્યો હતો. જે 2009માં રિલીઝ થઈ હતી. જો કે શિખાને સૌથી મોટો બ્રેક 'વીરે દી વેડિંગ'થી મળ્યો. 

    શિખા તલસાણિયાએ બોલીવુડમાં રણબીર કપૂરની ફિલ્મ 'વેક અપ સિડ'થી ડેબ્યુ કર્યો હતો. જે 2009માં રિલીઝ થઈ હતી. જો કે શિખાને સૌથી મોટો બ્રેક 'વીરે દી વેડિંગ'થી મળ્યો. 

    3/15
  • શિખા એક્ટિંગ સિવાય પણ ઘણા કામ કરી ચૂકી છે. પોતાની કરિયરમાં તે ફ્લોર પ્રોડ્યુસર, લાઈન પ્રોડ્યુસર તરીકે ઉપરાંત કેટલાક સેલેબ્સની મેનેજર તરીકે પણ કામ કરી ચૂકી છે. 

    શિખા એક્ટિંગ સિવાય પણ ઘણા કામ કરી ચૂકી છે. પોતાની કરિયરમાં તે ફ્લોર પ્રોડ્યુસર, લાઈન પ્રોડ્યુસર તરીકે ઉપરાંત કેટલાક સેલેબ્સની મેનેજર તરીકે પણ કામ કરી ચૂકી છે. 

    4/15
  • આ ઉપરાંત કરિયરની શરૂઆતમાં શિખાએ થિયેટર પણ કર્યું છે. શિખાના નામે અંગ્રેજી અને હિન્દી નાટકો બોલે છે. 

    આ ઉપરાંત કરિયરની શરૂઆતમાં શિખાએ થિયેટર પણ કર્યું છે. શિખાના નામે અંગ્રેજી અને હિન્દી નાટકો બોલે છે. 

    5/15
  • વેક અપ સિડ બાદ શિખા 'દિલ તો બચ્ચા હૈ જી', 'મિડનાઈટ ચિલ્ડ્રન', 'માય ફ્રેન્ડ પિન્ટો' જેવી ફિલ્મોમાં દેખાઈ હતી. 

    વેક અપ સિડ બાદ શિખા 'દિલ તો બચ્ચા હૈ જી', 'મિડનાઈટ ચિલ્ડ્રન', 'માય ફ્રેન્ડ પિન્ટો' જેવી ફિલ્મોમાં દેખાઈ હતી. 

    6/15
  • આ ઉપરાંત શિખા 'ગોરમિન્ટ', 'નાગીન', 'બિષ્ટ, પ્લીઝ', 'ઓફિશિયલ ચૂક્યાગિરી', 'લેડીઝ રૂમ' જેવી સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે.

    આ ઉપરાંત શિખા 'ગોરમિન્ટ', 'નાગીન', 'બિષ્ટ, પ્લીઝ', 'ઓફિશિયલ ચૂક્યાગિરી', 'લેડીઝ રૂમ' જેવી સિરીઝમાં પણ કામ કરી ચૂકી છે.

    7/15
  • હવે શિખા વરુણ ધવન અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ 'કૂલી નંબર 1'માં દેખાશે. શિખાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મમાં એન્ટ્રી વિશે જાહેરાત કરી હતી.

    હવે શિખા વરુણ ધવન અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ 'કૂલી નંબર 1'માં દેખાશે. શિખાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફિલ્મમાં એન્ટ્રી વિશે જાહેરાત કરી હતી.

    8/15
  • શિખાને બાળપણથી જ એક્ટર બનવું હતું. તે પિતા ટીકુ તલસાણિયા સાથે શૂટિંગમાં પણ જતી હતી. 

    શિખાને બાળપણથી જ એક્ટર બનવું હતું. તે પિતા ટીકુ તલસાણિયા સાથે શૂટિંગમાં પણ જતી હતી. 

    9/15
  • શિખાએ સાબિત કર્યું છે કે એક્ટર બનવા માટે ફિગર નહીં ટેલેન્ટની જરૂર હોય છે. તે પોતાની જાતને પ્લસ સાઈઝ એક્ટર તરીકે ઓળખાવે છે. 

    શિખાએ સાબિત કર્યું છે કે એક્ટર બનવા માટે ફિગર નહીં ટેલેન્ટની જરૂર હોય છે. તે પોતાની જાતને પ્લસ સાઈઝ એક્ટર તરીકે ઓળખાવે છે. 

    10/15
  • શિખા તલસાણિયા ડોગ લવર છે, તેનું ઈન્સ્ટાગ્રામ તેના ડોગના ફોટાથી ભરપૂર છે. 

    શિખા તલસાણિયા ડોગ લવર છે, તેનું ઈન્સ્ટાગ્રામ તેના ડોગના ફોટાથી ભરપૂર છે. 

    11/15
  • શિખા તલસાણિયાના ફોટોઝ જોઈને એક જ શબ્દ મગજમાં આવે... સો ક્યૂટ !!

    શિખા તલસાણિયાના ફોટોઝ જોઈને એક જ શબ્દ મગજમાં આવે... સો ક્યૂટ !!

    12/15
  • શિખાની ડ્રેસિંગ સેન્સ ગજબની છે. તેના પર લાઈટ એન્ડ ડાર્ક, વેસ્ટર્ન એન્ડ ઈન્ડિયન આમ બધા જ અટાયર શોભે છે. 

    શિખાની ડ્રેસિંગ સેન્સ ગજબની છે. તેના પર લાઈટ એન્ડ ડાર્ક, વેસ્ટર્ન એન્ડ ઈન્ડિયન આમ બધા જ અટાયર શોભે છે. 

    13/15
  • શિખા બ્લેક ગાઉનમાં બોડી ફ્લોન્ટ કરી રહી છે. 

    શિખા બ્લેક ગાઉનમાં બોડી ફ્લોન્ટ કરી રહી છે. 

    14/15
  • શિખાએ મમ્મી પપ્પાનો આ ફોટો તેમના લગ્નની એનિવર્સિરી પર પોસ્ટ કર્યો હતો. શિખાના મમ્મીનું નામ દિપ્તી તલસાણિયા છે. જેઓ ક્લાસિકલ ડાન્સર હોવાની સાથે સાથે થિયેટર આર્ટિસ્ટ પણ છે.

    શિખાએ મમ્મી પપ્પાનો આ ફોટો તેમના લગ્નની એનિવર્સિરી પર પોસ્ટ કર્યો હતો. શિખાના મમ્મીનું નામ દિપ્તી તલસાણિયા છે. જેઓ ક્લાસિકલ ડાન્સર હોવાની સાથે સાથે થિયેટર આર્ટિસ્ટ પણ છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

જાણીતા ગુજરાતી એક્ટર ટીકુ તલસાણિયાએ નાટકો અને બોલીવુડ બંનેમાં લોકોને હસાવ્યા છે. હવે તેમની પુત્રી પણ બોલીવુડમાં એન્ટ્રી કરી ચૂકી છે. શિખા તલસાણિયા સાબિત કરી રહી છે કે એક્ટ્રેસ બનવા માટે ફિગર ઈમ્પોર્ટન્ટ નથી. જુઓ ફોટોઝ

(Image Courtesy:Shikha Talsania Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK