Mirzapur The Filmમાંથી ગુડ્ડુભૈયાના પાત્રમાં અલી ફઝલનો શાનદાર લૂક આવ્યો સામે

24 December, 2025 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mirzapur The Film: અભિનેતા અલી ફઝલ `મિર્ઝાપુર: ધ ફિલ્મ`માં જોવા મળવાનો છે. હવે તેના ચાહકો માટે સરસ સમાચાર એ છે કે અલી ફઝલ જે કેરેક્ટરમાં જોવા મળવાનો છે તે છે ગુડ્ડુભૈયા. અલી ફઝલનો ગુડ્ડુભૈયા તરીકેનો ફર્સ્ટ લૂક રીલીઝ કરાયો છે.

ફિલ્મમાંથી અલી ફઝલનો ફર્સ્ટ લૂક

મિર્ઝાપુર: ધ ફિલ્મ (Mirzapur The Film)માંથી ગુડ્ડુભૈયાના રોલમાં અલી ફઝલનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. અભિનેતા અલી ફઝલ `મિર્ઝાપુર: ધ ફિલ્મ`માં જોવા મળવાનો છે. હવે તેના ચાહકો માટે સરસ સમાચાર એ છે કે અલી ફઝલ જે કેરેક્ટરમાં જોવા મળવાનો છે તે છે ગુડ્ડુભૈયા. અલી ફઝલનો ગુડ્ડુભૈયા તરીકેનો ફર્સ્ટ લૂક રીલીઝ કરાયો છે. ફિલ્મ આવે એની પહેલા તો આ ફર્સ્ટ લૂક બતાવતા વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે એમ કહી શકાય. આ સાથે જ તે ભારતીય મનોરંજન ઉદ્યોગમાં આ એક ઐતિહાસિક ક્ષણ પણ ગણી શકાય કારણ કે મિર્ઝાપુર સંપૂર્ણ સિનેમેટિક ફિલ્મની દુનિયામાં પ્રવેશ કરનારી ભારતની પ્રથમ વેબ સિરીઝ બની છે.

તમને એ પણ જણાવી દઈએ કે આ ફિલ્મ (Mirzapur The Film)નું શૂટિંગ હાલમાં રાજસ્થાનના જેસલમેરમાં ચાલી રહ્યું છે. અભિનેતા અલી ફઝલ દ્વારા તાજેતરમાં જ એક શોર્ટ પણ જબરદસ્ત વીડિયો શેર કરવામાં આવ્યો છે. અને આ વિડીયોમાં સેટ પર ગુડ્ડુભૈયાના મૂવ્સ જોવા મળી રહ્યા છે. આ મૂવ્સ જે અભિનેતાની ઓળખાણ બની ગયા છે. એટલે જ કોઈ સંવાદ વગર પણ અભિનેતાની દમદાર હાજરીએ લોકોને મોજ કરાવી દીધી છે. જે વીડિયો શેર કરાયો છે તેમાં અલી ફઝલનું વર્તન અને ખાસ કરીને તેના મૂવ્સ ધ્યાનાકર્ષક રહ્યા છે. કારણ કે તે તેની આસપાસના લોકો કરતાં જુદો જ તરી આવે છે. 

આ વિડીયો (Mirzapur The Film)માં જે ઝલક બતાડવામાં આવી છે તેના પરથી સ્પષ્ટપણે એ વાત તો સાબિત થઇ જ જાય છે કે ફિલ્મ પહેલા કરતા વધુ મોટા પાયે આવી રહી છે. આ વખતે તે વધુ ડ્રામા અને સિનેમેટિક સ્ટાઈલમાં પેશ થઇ રહી છે. દર્શકોની આતુરતા પણ વધી ગઈ છે.

પોતાનો આનંદ શેર કરતાં અલી ફઝલે જણાવ્યું હતું કે, "ગુડ્ડુભૈયાની દુનિયામાં ફરી એકવાર પ્રવેશવું મારા માટે ખૂબ જ રોમાંચકારી છે.આ પાત્રમાં અજબ પ્રકારનો દમ છે. એમાં એવું મૌન છે જે શબ્દો કરતાં વધુ બોલકું છે. જેસલમેરમાં આ ફિલ્મની શૂટિંગથી વાર્તાને નવો રંગ મળ્યો છે અને આ માત્ર એક નાનકડી ઝલક છે. હજી ઘણું આવવાનું બાકી છે. હું તેને મોટા પડદા પર દર્શકોને બતાડવા માટે ખૂબ જ એક્સાઈટેડ છું"

આ સીરીઝ (Mirzapur The Film)નો ફર્સ્ટ એપિસોડ 16 નવેમ્બર, 2018ના રોજ પ્રસારિત થયો હતો અને ત્યારથી ચાહકોનો પ્રેમ મળ્યો છે. ગુરમીત સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અલી ફઝલ, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી, દિવ્યેન્દુ શર્મા, જીતેન્દ્ર કુમાર, રસિકા દુગ્ગલ, રવિ કિશન, શ્વેતા ત્રિપાઠી અને સોનલ ચૌહાણ જોવા મળવાના છે.

 

web series ali fazal entertainment news bollywood news bollywood upcoming movie social media pankaj tripathi