‘રૉયલ્સ’ દ્વારા વેબ-સિરીઝમાં એન્ટ્રી કરવાની છે ભૂમિ?

28 January, 2024 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની સિરીઝ ‘રૉયલ્સ’માં કામ કરે એવી શક્યતા છે

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરે હવે વેબ-સિરીઝમાં એન્ટ્રી કરવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે. તે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની સિરીઝ ‘રૉયલ્સ’માં કામ કરે એવી શક્યતા છે. આ રોમૅન્ટિક-ડ્રામા સિરીઝમાં તેની સાથે ઈશાન ખટ્ટર પણ જોવા મળશે. આ સિવાય ભૂમિ નેટફ્લિક્સની ફિલ્મ ‘ભક્ષક’માં પણ દેખાશે. રિયલ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ ૯ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ભૂમિ ઘણા સમયથી એવા પ્રોજેક્ટમાં કામ કરવા માગતી હતી જેની સ્ટોરી અનોખી હોય અને દર્શકોને જોવા માટે આતુર કરે. એવામાં ‘રૉયલ્સ’ તેને યોગ્ય પ્રોજેક્ટ લાગ્યો. આ સિરીઝને લઈને તે એક્સાઇટેડ છે. ઈશાન ખટ્ટર સાથે તે પહેલી વખત ઑન-સ્ક્રીન દેખાવાની છે. આ શોનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં એનું શૂટિંગ શરૂ થવાનું છે.

bhumi pednekar Web Series web series entertainment news