કેમ વધી ગયું 'તારક મહેતા..'ના ભીડેનું ટેન્શન, કરી દીધી આંદોલનની તૈયારી

08 August, 2020 06:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેમ વધી ગયું 'તારક મહેતા..'ના ભીડેનું ટેન્શન, કરી દીધી આંદોલનની તૈયારી

આત્મારામ તુકારામ ભીડે

સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શૉની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શૉના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શૉની શૂટિંગ બંધ હતી. શૉના દરેક મુદ્દાઓને ઘણા મસ્તીભરેલા અંદાજમાં દર્શાવવામાં આવે છે. લૉકડાઉન બાદ શૉના નવા એપિસોડ્સે ધમાલ મચાવી દીધી છે. શૉ નંબર વન પર આવી ગયો છે. બુધવારનો એપિસોડ પણ ઘણો મજેદાર હતા. શૉમાં ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી ઘણા ટેન્શનમાં જોવા મળ્યા.

હકીકતમાં આત્મારામ ભીડે વધેલા વીજળી બિલથી હેરાન થઈ ગયા છે. શૉમાં તેઓ કહે છે- વીજળીનું આટલું બિલ. લૉકડાઉનમાં સખારામ (ભીડેના સ્કૂટરનું નામ)ના પેટ્રોલના પૈસા તો ઓછા થયા, પણ વીજળીનું બિલ આટલું કેવી રીતે આવ્યું. આ ખોટું થયું. લૉકડાઉન પૂરું થવા દો, પોપટલાલને બોલીને તમારા વિરૂદ્ધ આંદોલન કરું છું. મિડલ ક્લાસ માણસની કમર તૂટી જશે પૈસા ભરતા-ભરતા, ઈન્ટરનેટનું બિલ, મોબાઈલનું બિલ કેવી રીતે ભરશે મિડલ ક્લાસ માણસ, ઉપરથી ટ્યૂશન પણ ઓછા થઈ ગયા જો આવી રીતે ચાલતું રહ્યું તો ખબર નહીં શું થશે.

આ પણ વાંચો : તારક મહેતા શૉના રક્ષાબંધન સ્પેશ્યલ એપિસોડમાં દેખાશે આપણા સૌના 'દયાબેન'

બાદ માધવી ભીડે આવે છે અને પતિ આત્મારામને કહે છે કે હવે શું ટેન્શન છે તમને જ્યારે પણ જોઉ છું તમે ટેન્શનમાં જ રહો છો. ત્યારે ભીડે કહે છે કે વાત જ એવી છે ટેન્શનની. બાદ માધવી ભીડેને સમજાવે છે. આ વચ્ચે જેઠાલાલ એના ઘરે આવી જાય છે.

આ પણ જુઓ : તારક મહેતા શૉના 'ભીડે માસ્ટર' અસલમાં છે એન્જિનિયર, આવી રીતે બદલાઈ ગઈ લાઈફ

જેઠાલાલ પોતે પણ ઘણા હેરાન છે. જેઠાલાલ જલદી સૂવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ એને ઊંઘ નહોતી આવતી. એટલે તે આત્મારામ પાસે ઝડપથી ઊંઘ કેવી રીતે આવે એની સલાહ લેવા ગયા હતા. આવનારા એપિસોડમાં જોવામાં આવશે કે ભીડે જેઠાલાલને જલદી ઊંઘ આવવા માટે શું સલાહ આપે છે. શૉનો અપકમિંગ એપિસોડ ઘણો રસપ્રદ રહેવાનો છે.

taarak mehta ka ooltah chashmah television news tv show entertainment news