તારક મહેતા શૉના રક્ષાબંધન સ્પેશ્યલ એપિસોડમાં દેખાશે આપણા સૌના 'દયાબેન'

Updated: Aug 08, 2020, 16:23 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હવે સમાચાર આવી રહ્યા છે કે દિશા વાકાણીને શોને વધુ મનોરંજક બનાવવા માટે પાછા લાવવામાં આવી શકે છે. એવા અહેવાલો છે કે તારક મહેતાના આવતા એપિસોડમાં રક્ષાબંધનનો ઉત્સવ ઉજવાશે. તહેવારના બહાને સ્પેશિયલ એપિસોડ માટે દિશા વાકાણી સીરિયલમાં પાછી ફરી શકશે.

દયાબેન
દયાબેન

હાલ ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા ચર્ચાનો વિષય બની ગયા છે. થોડા દિવસ પહેલા એવા પણ સમાચાર મળ્યા હતા કે શૉમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહ અને અંજલી તારક મહેતાનો રોલ ભજવી રહેલી નેહા મહેતાએ આ શૉને બાય-બાય કહી દીધું છે. તારક મહેતા શૉના ફૅન્સ આ વાતથી ખુશ છે કે શૉનું પ્રસારણ ફરી એક થઈ ગયું છે અને હાલ તેઓ નવા એપિસોડ્સનો આનંદ માણી રહ્યા છે. શૉમાં જેઠાલાલ અને બબીતાજીની કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવે છે. શૉમાં ટપુસેનાથી જેઠાલાલનું પાત્ર લોકોને ઘણા હસાવતા આવ્યા છે. સાથે આ શૉ સોશિયલ મીડિયા પર પણ ઘણો ટ્રેન્ડિંગ રહ્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે શૉને વધુ મનોરંજક બનાવવા માટે દિશા વાકાણી એટલેકે સૌના લોકપ્રિય અને ગરબા ક્વીન દયાબેનની એન્ટ્રી થઈ શકે છે.

હવે સમાચાર આવી રહ્યા છે કે દિશા વાકાણીને શોને વધુ મનોરંજક બનાવવા માટે પાછા લાવવામાં આવી શકે છે. એવા અહેવાલો છે કે તારક મહેતાના આવતા એપિસોડમાં રક્ષાબંધનનો ઉત્સવ ઉજવાશે. તહેવારના બહાને સ્પેશિયલ એપિસોડ માટે દિશા વાકાણી સીરિયલમાં પાછી ફરી શકશે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે રક્ષાબંધનના એપિસોડમાં દયાબેન દરેકનું મનોરંજન કરી શકે છે. હાલ આ વાત પર મેકર્સે કોઈ જાતની પુષ્ટિ કરી નથી, પણ તારક મહેતા અંગે સોશિયલ મીડિયા પર આવી અટકળો થઈ રહી છે. અત્યાર સુધીનો રેકોર્ડ કહે છે કે રક્ષાબંધનનો તહેવાર તારક મહેતામાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે, તેથી જો દિશા વાકાણી શૉ પર પાછા આવે છે તો તે ચાહકો માટે ભેટથી ઓછી નહીં હોય.

 
 
 
View this post on Instagram

Enjoyed Shooting.! Celebrated Rakshabandan..! Bye bye Mumbai.!👋 #staysafe #happyrakshabandhan #happyrakhi #mayurvakani #vakanimayur

A post shared by Mayur Vakani (@mayur_vakani) onAug 3, 2020 at 3:34am PDT

થોડા દિવસ અગાઉ શૉમાં રોશનભાભીનો રોલ ભજવનારી જેનિફ મિસ્ત્રી બંસીવાલે એવી હિન્ટ આપી હતી કે દિશા વાકાણી જલદી જ શૉમાં પાછી ફરશે. એમણે કહ્યું હતું કે હાલ દિશાની પ્રાથમિકતા એની દીકરી છે. એવામાં એના પર કોઈપણ પ્રકારનું દબાણ કરવું ખોટું રહેશે. છેલ્લા 2 વર્ષથી દિશા વાકાણીને લઈને સસ્પેન્સ ચાલી રહ્યું છે. ક્યારે એવા સમાચાર આવે છે દિશા વાકાણી પાછી શૉમાં આવવાની છે, તો ક્યારે એવા પણ સમાચાર આવે છે કે દિશા વાકાણીને રિપ્લેસ કરવામાં આવશે.

આ પણ વાંચો : TKMOC: 'જેઠાલાલ ગડા'નો બાયોડેટા જબરદસ્ત વાઈરલ, કોણે કર્યું આવું કામ?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉ એકવાર ફરીથી ટીઆરપીમાં સૌથી આગળ ચાલી રહ્યો છે. લૉકડાઉન બાદ નવા એપિસોડ્સની દર્શકોની રાહ હતી અને મેકર્સે શૂટિંગ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે 28 જૂલાઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ પણ પૂરા થઈ ગયા છે. હાલ શૉએ 13 વર્ષમાં પ્રવેશ કરી લીધો છે. એવામાં શૉના પાત્રો, શૉની વાર્તા, નવા એપિસોડ્સ સતત ચર્ચમાં રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK