જ્યારે અસલી તલવારથી કપાઈ ગયું હતું 'શૂર્પણખા'નું નાક, આ છે આખો સીન

27 May, 2020 06:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જ્યારે અસલી તલવારથી કપાઈ ગયું હતું 'શૂર્પણખા'નું નાક, આ છે આખો સીન

લક્ષ્મણ અને શૂર્પણખા

હાલ કોરોના વાઈરસના આતંકના લીધે આખા વિશ્વમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે લોકો પોતાના ઘરમા કેદ છે અને સરકારે પણ આ વાઈરસથી બચવા લૉકડાઉનનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે. ત્યાં લોકો ઘરમાં કંટાળી ગયા છે. સાથે ટીવીની શૂટિંગ પણ બંધ, જેથી બધી જૂની સીરિયલનું પુન:પ્રસારણ કરવામાં આવ્યું છે. તેમ જ હાલ રામાનંદ સાગરની ધાર્મિક સીરિયલ રામાયણ સૌથી ચર્ચાનો વિષય બની ગયો છે.

હાલ રામાયણ સીરિયલને લઈને દર્શકોની રુચિ અને શૉ સંબંધિત મનોરંજક વાર્તાઓનો સિલસિલો ચાલું છે. આવા સમયે લક્ષ્મણનો રોલ પ્લે કરનાર સુનીલ લહરી ઘણા ફૅમસ થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં એમની જ ચર્ચા ચાલું છે. સુનીલ લહરીએ શૂર્પણખાના નાક કાપનારા સીનને લઈને રસપ્રદ ખુલાસો કર્યો છે. એમણે જણાવ્યું છે કે શૂર્પણખાની નાક કાપવા માટે એમને અસલી તલવાર આપવામા આવી હતી.

આ પણ જુઓ : રામાયણના 'કુશ'નો અત્યારનો લૂક જોયો? લવમાં પડી જશો આ ફેમસ એક્ટરના

સુનીલ લહરી એ જણાવ્યું કે, શૂર્પણખાના નાક કાપવાનો સીન હતો. પરંતુ હું ડરી ગયો હતો. એવું એટલે કે મને અસલી તલવાર આપવામાં આવી હતી. મને ડર લાગી રહ્યો હતો, કારણકે તલવારને બે સ્ત્રીઓના વચ્ચેથી પસાર કરવાની હતા. જો કોઈ ઊંચ-નીચ થઈ જાય, તો કોઈ મોટી દુર્ઘટના પણ થઈ શકતી હતી.

આ પણ જુઓ : Photos: આટલો બદલાઈ ગયો છે 'રામાયણ'નો તોફાની 'લવ', હાલ છે કંપનીનો સીઈઓ

લક્ષ્મણે આગળ જણાવ્યું કે તેઓ બહું હેરાન હતા અને એમાંથી મુક્ત થવા માટે સુનીલ કૅમેરા મેન પાસે ગયા. તેઓ કહે છે કે, હું કૅમેરા મેન પાસે ગયો. મેં એમને પૂછ્યું કે શું આ સીનને રિવર્સ એક્શનમાં શૂટ કરી શકાય. એટલે તલવારને ઉપરથી નીચે ચલાવવાને બદલે નીચેથી ઉપર લઈ જવાય. એનાથી બેલેન્સ બની રહેશે.

સુનીલ લહરીની આ વાતથી કૅમેરા મેને હાલ પાડી દીધી. આ જવાબ સાંભળીને સુનીલ લહરીને શાંતિ મળી. બાદ હેરાન થયા વગર આ સીન રિવર્સ એક્શન સાથે શૂટ કરવામાં આવ્યો. એડિટિંગમાં આ શૉટને એવો લાગ્યો કે જાણે તલવાર ઉપરથી જ નીચે તરફ આવી રહી છે.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચનની હિરોઈન રહી ચૂકી છે 'રામાયણ'ની કૈકેયી, જુઓ તસવીરો

જ્યારે આ સીન શૂટ થઈ રહ્યો હતો ત્યારે રાતના લગભગ અઢી વાગ્યા હતા. ત્યારે અચાનાક નસકોરાનો અવાજ આવવા લાગ્યો હતો. બધા આસપાસ જોવા લાગ્યા કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. આ નસકોરાના અવાજ આવવાથી શૂટિંગમાં ખલેલ પડી રહી હતી. બધા લોકો શોધવા લાગ્યા. ઘણું શોધ્યા બાદ ખબર પડી કે આ અવાજ બેકસ્ટેજ કામ કરનારો એક વર્કર બે પડદાની વચ્ચે બેસીને ઊંઘ કાઢી રહ્યો હતો.

સ્વાભાવિક છે કે મોડી રાતે કામ અને દિવસભરના થાકના લીધે એ વર્કરને ઊંઘ આવી રહી હતી. એવામાં એમને એવું કહેવામાં આવ્યું કે તેઓ બહાર જઈને સૂઈ જાય. આ બધું થયા બાદ શૂટિંગ પાછી આગળ વધી.

ramayan television news tv show entertainment news