10 April, 2026 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમારની ફાઇલ તસવીર
અક્ષય કુમાર હાલમાં રિયલિટી શો ‘વ્હીલ ઑફ ફૉર્ચ્યુન’ હોસ્ટ કરી રહ્યો છે. આ શોમાં તેના બાળપણના મિત્રોએ હાજરી આપી હતી. શોમાં સ્પર્ધકો સાથે વાતચીત કરતી વખતે અક્ષયે જણાવ્યું કે તે સ્કૂલમાં બૅક-બેન્ચર હતો, જેને પાસ થવામાં પણ ઘણો સંઘર્ષ કરવો પડતો હતો. આ પછી અક્ષયે મિત્ર જિનેશ તરફ ઇશારો કરીને કહ્યું કે બન્ને કિન્ડરગાર્ટનથી સાથે ભણતા આવ્યા છે અને KGથી લઈને નવમા ક્લાસ સુધી તે બન્ને ત્રણ વખત ફેલ થયા હતા.
જોકે આ પછી મજાકમાં અક્ષયે મિત્ર જિનેશને પૂછ્યું કે તું વારંવાર કેમ ફેલ થતો હતો ત્યારે જિનેશે તરત જ હળવાશથી જવાબ આપ્યો કે હું તારી સાથે ટાઇમપાસ કરતો હતો એટલે હું પણ ફેલ થતો હતો.