મુનમુન દત્તાને અરેસ્ટ કરવાનો ટ્રેન્ડ થતાં તેણે માફી માગી

12 May, 2021 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુનમુન દત્તાએ યુટ્યુબ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તે મેકઅપને લઈને વાત કરી રહી હતી

મુનમુન દત્તા

સોશ્યલ મીડિયા પર મુનમુન દત્તાને અરેસ્ટ કરવાનો ટ્રેન્ડ ચાલતાં તેણે માફી માગી છે. મુનમુન દત્તાએ યુટ્યુબ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તે મેકઅપને લઈને વાત કરી રહી હતી. જોકે તેણે એક શબ્દ ખોટો વાપર્યો હતો, જેનાથી ચોક્કસ જાતિના લોકોની લાગણી દુભાય એવો શબ્દ હતો. આથી લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને તેને જેલભેગી કરવા માટેનો ટ્રેન્ડ કર્યો હતો. આથી મુનમુને માફી માગતાં કહ્યું હતું કે ‘મેં શૅર કરેલા વિડિયોને કારણે હું આ માફી માગી રહી છું. મેં જે શબ્દનો ઉપયોગ કર્યો હતો એને ખોટી રીતે લેવામાં આવ્યો છે. મેં એ શબ્દનો ઉપયોગ કોઈની લાગણી દુભાવવા કે નીચા દેખાડવા માટે નહોતો કર્યો. મારી ભાષાને કારણે મને એ શબ્દનું જ્ઞાન નહોતું. મને એ વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી. મને એ શબ્દના અર્થની જાણ નહોતી, પરંતુ મેં એ શબ્દ કાઢી નાખ્યો છે. દરેક જાતિ અથવા તો જેન્ડરને લઈને હું દેશના અથવા તો સોસાયટીના દરેક વ્યક્તિનો રિસ્પેક્ટ કરું છું. મારા એ શબ્દને કારણે જેને પણ દુઃખ થયું હોય હું તેમની માફી માગું છું. મને એનો ખૂબ જ પસ્તાવો છે.’

શબ્દને ખોટી રીતે લેવામાં આવ્યો છે? કોઈને દુઃખ પહોંચાડવાના ઉદ્દેશથી નહોતું કહ્યું? આ શબ્દનો કોઈ બીજો અર્થ છે જ નથી. તેં બી શબ્દનો ઉપયોગ કર્યો છે અને એને હવે કવર કરવાની જરૂર નથી. માફી માગ અને ચૂપ બેસ: નીરજ ઘાયવાન, ‘મસાન’નો ડિરેક્ટર

entertainment news television news indian television taarak mehta ka ooltah chashmah