તારક મહેતાના આસિત મોદી વિરુદ્ધ આ અભિનેત્રીએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી

11 May, 2023 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak mehta ka ooltah chashmah)ના નિર્માતા આસિત મોદી પર જાતીય સતામણીનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ શૉની અભિનેત્રીએ જ આસિત મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

આસિત મોદી પર જેનિફર મિસ્ત્રીએ જાતીણ સતામણીનો આક્ષેપ કર્યો

ટીવીનો લોકપ્રિય શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak mehta ka ooltah chashmah)ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં, `તારક મહેતા`માં રોશન સિંહ સોઢીની પત્નીનો રોલ કરનાર જેનિફર મિસ્ત્રી(Jennifer Mistry Bansiwal)એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. `મિસિસ સોઢી`નું પાત્ર ભજવી રહેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આસિત કુમાર મોદી ઉપરાંત અભિનેત્રીએ પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે.

નવભારત ટાઈમ્સ ડૉટ કૉમના અહેવાલ અનુસાર જેનિફર મિસ્ત્રીએ બે મહિના પહેલા જ શૂટિંગથી દૂરી લીધી હતી. તે છેલ્લે 7 માર્ચે સેટ પર પહોંચી હતી. સૂત્રોએ જણાવ્યું કે સોહેલ અને જતીન બજાજે પણ અભિનેત્રીનું અપમાન કર્યું હતું. આ પછી તે સેટ પરથી પરત ફરી હતી.

અભિનેત્રીએ કહ્યુ હતું કે તેણે શો છોડી દીધો છે. તેનો છેલ્લો એપિસોડ 6 માર્ચે આવ્યો હતો. પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ દ્વારા સેટ પર તેનું અપમાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: `તે એક્ટર નહોતા, છતાં લીડ રોલ ભજવવા આપ્યો` TMKOCના પ્રૉડ્યૂસર આસિત મોદીનો કટાક્ષ

`તારક મહેતા`ની `મિસિસ સોઢી`એ કહ્યું કે `હોળી પર તેમની વર્ષગાંઠ હતી. આ દિવસ હતો 7મી માર્ચ. આ ઘટના તે જ દિવસે બની હતી. મેં ચાર વખત તેમની પાસે રજા માગી હતી. સોહેલે બળજબરીથી મારી કાર રોકી હતી અને તેની સાથે ગેરવર્તણુક કરી હતી. મેં તેને એમ પણ કહ્યું કે મેં આ શો સાથે 15 વર્ષ સુધી કામ કર્યું છે અને મને આ રીતે દબાણ ન કરી શકાય. આ પછી સોહેલે મને ધમકી આપી હતી. મેં અસિત કુમાર મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે.

શૉના અન્ય કલાકારો તરફથી આ મુદ્દે કંઈ નિવેદન સામે આવ્યું નથી. નોંધનીય છે કે આ પહેલા અભિનેતા શૈલેષ લોઢાએ પણ ફી મામલે તેમના પર આક્ષેપ કર્યા હતાં. 

television news entertainment news taarak mehta ka ooltah chashmah indian television