'તારક મહેતા'ના નટુ કાકા હોસ્પિટલમાં દાખલ, થશે ગળાની સર્જરી

06 September, 2020 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'તારક મહેતા'ના નટુ કાકા હોસ્પિટલમાં દાખલ, થશે ગળાની સર્જરી

નટુ કાકા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના વરિષ્ઠ અભિનેતા ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) ઉર્ફે નટુ કાકા (Nattu Kaka)ની તબિયત ખરાબ છે અને થોડા સમય માટે આ શૉમાં જોવા મળશે નહીં. મહારાષ્ટ્ર સરકાર તરફથી 65 વર્ષથી વધુ ઉંમરના કલાકારોને સેટથી દૂર રાખવાના નિર્દેશનના કારણકે તેઓ લૉકડાઉન બાદ શૉની શૂટિંગ ફરીથી નહીં કરી શકે.

બોમ્બે હાઈકોર્ટ દ્વારા મહારાષ્ટ્ર સરકારની માર્ગદર્શિકાને રદ્દ કર્યા બાદ, ઘનશ્યામ નાયક કામ પર પાછા આવવાની અપેક્ષા કરી રહ્યા હતા. પરંતુ, આ માટે ચાહકોને થોડો સમય રાહ જોવી પડશે. અભિનેતાએ તાજેતરમાં તેની ગળાની ગ્રંથીઓમાં અગવડતાની ફરિયાદ કરી છે અને આવતીકાલે તેના માટે સર્જરી કરાવશે.

આ પણ જુઓ : મળો 'તારક મહેતા'ની નવી અંજલી ભાભીને, છે આટલી હૉટ અને ગ્લેમરસ, જુઓ તસવીરો

પ્રોડક્શન હાઉસના નજીકના એક સૂત્રએ કહ્યું, થોડા દિવસ પહેલા ઘનશ્યામ સરના ગળામાં એક ગાંઠ થઈ છે એવા સમાચાર મળ્યા હતા, અને ડૉક્ટરે સર્જરીની સલાહ આપી હતી. તે ટૂંક સમયમાં શૉમાં પરત ફરશે. નટુ કાકા એ લોકપ્રિય શૉના રસપ્રદ પાત્રોમાંથી એક છે અને લોકો તેને જોવાનું પસંદ કરે છે. તે એક વરિષ્ઠ અભિનેતા છે અને જનતા તેના હાસ્ય સમયનો ભરપૂર આનંદ માણે છે. સરકારના 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને સેટ પર જવાથી રોકવા પર પણ એમણે શૂટિંગની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ જુઓ : જુઓ આવી રીતે બદલાઈ ગઈ 'તારક મહેતા'ના 'નટુ કાકા'ની લાઈફ

અભિનેતા છેલ્લા એક દશકથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉથી જોડાયેલા છે અને સતત શૂટિંગમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી રહી છે. સૂત્રએ કહ્યું, પ્રોડક્શન હાઉસે વરિષ્ઠ અભિનેતાને ટેકો આપ્યો છે, પરંતુ તે શોમાં પાછા ફરવામાં થોડો સમય લેશે. બધાએ અભિનેતાને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

નોંધપાત્ર વાત એ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ ટેલિવિઝન પર લાંબા સમય સુધી ચાલતા શૉમાંથી એક છે અને ટીઆરપીમાં ટોચના ટીવી શૉમાં પણ તેનું નામ છે.

taarak mehta ka ooltah chashmah indian television television news tv show dilip joshi entertainment news