જુઓ આવી રીતે બદલાઈ ગઈ 'તારક મહેતા'ના 'નટુ કાકા'ની લાઈફ

Updated: Apr 21, 2020, 16:39 IST | Sheetal Patel
 • ઘનશ્યામ નાયક આજે ભલે લોકો વચ્ચે નટુ કાકાના નામથી પ્રખ્યાત છે, પરંતુ પાંચ દાયકાથી વધુની કારર્કિદીમાં તેમણે ડઝનેક પાત્રો ભજવ્યાં છે.

  ઘનશ્યામ નાયક આજે ભલે લોકો વચ્ચે નટુ કાકાના નામથી પ્રખ્યાત છે, પરંતુ પાંચ દાયકાથી વધુની કારર્કિદીમાં તેમણે ડઝનેક પાત્રો ભજવ્યાં છે.

  1/15
 • એમણે ઘણી બૉલીવુડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, 'બેટા', 'લાડલા', 'ક્રાંતિવીર', 'બરસાત', 'ઘાતક', 'ચાઈના ગેટ', 'હમ દિલ દે ચૂકે સનમ', 'લજ્જા', 'તેરે નામ', 'ખાકી' અને 'ચોરી ચોરી' જેવી હિટ ફિલ્મો સામેલ છે.

  એમણે ઘણી બૉલીવુડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, 'બેટા', 'લાડલા', 'ક્રાંતિવીર', 'બરસાત', 'ઘાતક', 'ચાઈના ગેટ', 'હમ દિલ દે ચૂકે સનમ', 'લજ્જા', 'તેરે નામ', 'ખાકી' અને 'ચોરી ચોરી' જેવી હિટ ફિલ્મો સામેલ છે.

  2/15
 • ઘનશ્યામ નાયકે સલમાન ખાનથી લઈને શ્રીદેવી, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, કાજોલ અને અમિતાભ બચ્ચન જેવા મહાન હસ્તીઓ સાથેકામ કર્યું છે. પરંતુ ઊંચાઈ સુધી પહોંચવા માટે અસમર્થ હતા.

  ઘનશ્યામ નાયકે સલમાન ખાનથી લઈને શ્રીદેવી, માધુરી દીક્ષિત, અનિલ કપૂર, કાજોલ અને અમિતાભ બચ્ચન જેવા મહાન હસ્તીઓ સાથેકામ કર્યું છે. પરંતુ ઊંચાઈ સુધી પહોંચવા માટે અસમર્થ હતા.

  3/15
 • જોકે એમની પાસે કામની કોઈ કમી નહોતી, પરંતુ નાના-મોટા રોલ કરીને જ ઘનશ્યામ નાયકને પોતાનું ગુજરાન ચલાવવું પડતું.

  જોકે એમની પાસે કામની કોઈ કમી નહોતી, પરંતુ નાના-મોટા રોલ કરીને જ ઘનશ્યામ નાયકને પોતાનું ગુજરાન ચલાવવું પડતું.

  4/15
 • નટુ કાકાએ પોતાના કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે 1960માં આવેલી ફિલ્મ 'માસૂમ'થી કરી હતી.

  નટુ કાકાએ પોતાના કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે 1960માં આવેલી ફિલ્મ 'માસૂમ'થી કરી હતી.

  5/15
 • પોતાના 57 વર્ષના કરિયરમાં ઘનશ્યામ નાયક એટલે નટુકાકાએ લગભગ 200 હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, 350 હિન્દી સીરિયલ કરી, એટલું જ નહીં 100 ગુજરાતી નાટકોમાં પણ ઘનશ્યામ નાયકે પોતાનો જલવો દેખાડ્યો છે.

  પોતાના 57 વર્ષના કરિયરમાં ઘનશ્યામ નાયક એટલે નટુકાકાએ લગભગ 200 હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, 350 હિન્દી સીરિયલ કરી, એટલું જ નહીં 100 ગુજરાતી નાટકોમાં પણ ઘનશ્યામ નાયકે પોતાનો જલવો દેખાડ્યો છે.

  6/15
 • કદાચ લોકો જાણતા નથી ઘનશ્યામ નાયક એક સારા સિંગર પણ છે અને કેટલીક ફિલ્મોમાં પણ ગીત ગાયુ છે.

  કદાચ લોકો જાણતા નથી ઘનશ્યામ નાયક એક સારા સિંગર પણ છે અને કેટલીક ફિલ્મોમાં પણ ગીત ગાયુ છે.

  7/15
 • જ્યારે ઘનશ્યામ નાયક થિયેટરમાં કામ કરતા હતા ત્યારે એમને રોજના 11 રૂપિયા ફીસ મળતી હતી પરંતુ આજે એમની કમાણી લાખોમાં થાય છે.

  જ્યારે ઘનશ્યામ નાયક થિયેટરમાં કામ કરતા હતા ત્યારે એમને રોજના 11 રૂપિયા ફીસ મળતી હતી પરંતુ આજે એમની કમાણી લાખોમાં થાય છે.

  8/15
 • જો કે, એક સમય હતો જ્યારે ઘનશ્યામ નાયકે પૈસા માટે અન્ય પર નિર્ભર રહેવું પડ્યું. આ વાતની ત્યારની છે જ્યારે ઘનશ્યામ નાયક થિયેટરમાં કામ કરતા હતા.

  જો કે, એક સમય હતો જ્યારે ઘનશ્યામ નાયકે પૈસા માટે અન્ય પર નિર્ભર રહેવું પડ્યું. આ વાતની ત્યારની છે જ્યારે ઘનશ્યામ નાયક થિયેટરમાં કામ કરતા હતા.

  9/15
 • તે સમયે નટુ કાકાને કલાકો સુધી કામ કર્યા પછી પણ માત્ર 3 રૂપિયા જ મળતા હતા.

  તે સમયે નટુ કાકાને કલાકો સુધી કામ કર્યા પછી પણ માત્ર 3 રૂપિયા જ મળતા હતા.

  10/15
 • જ્યારે ઘનશ્યામ 60 અને 70 ના દાયકામાં ફિલ્મોમાં હતા, ત્યારે તેને ત્રણ દિવસના શૂટિંગ માટે માત્ર 90 રૂપિયા મળતા હતા. આ વાતનો ખુલાસો તેમણે વર્ષો પહેલા આપેલા ઇન્ટરવ્યુમાં પણ કર્યો હતો.

  જ્યારે ઘનશ્યામ 60 અને 70 ના દાયકામાં ફિલ્મોમાં હતા, ત્યારે તેને ત્રણ દિવસના શૂટિંગ માટે માત્ર 90 રૂપિયા મળતા હતા. આ વાતનો ખુલાસો તેમણે વર્ષો પહેલા આપેલા ઇન્ટરવ્યુમાં પણ કર્યો હતો.

  11/15
 • ઘનશ્યામ નાયક એટલે કે આપણા નટુકાકાના પિતા અને દાદા એક થિયેટર કલાકાર હતા.

  ઘનશ્યામ નાયક એટલે કે આપણા નટુકાકાના પિતા અને દાદા એક થિયેટર કલાકાર હતા.

  12/15
 • નટુ કાકાએ આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર જેવા મહાન ગાયક સાથે 12થી અધિક ફિલ્મોમાં ગીત પણ ગાયું છે.

  નટુ કાકાએ આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર જેવા મહાન ગાયક સાથે 12થી અધિક ફિલ્મોમાં ગીત પણ ગાયું છે.

  13/15
 • આપણે જે ગીત હંમેશા બાળકો સામે ગાતા હોઈએ છીએ 'નાની તેરી મોરની કો મોર લે ગએ' આ ગીત 1960માં આવેલી માસૂમ ફિલ્મનું ગીત છે જેમા નટુ કાકાએ બાળ કલાકારનો રોલ ભજવ્યો હતો.

  આપણે જે ગીત હંમેશા બાળકો સામે ગાતા હોઈએ છીએ 'નાની તેરી મોરની કો મોર લે ગએ' આ ગીત 1960માં આવેલી માસૂમ ફિલ્મનું ગીત છે જેમા નટુ કાકાએ બાળ કલાકારનો રોલ ભજવ્યો હતો.

  14/15
 • 'તારક મહેતા...માં નટુ કાકા અને બાઘા બન્ને કાકા-ભત્રીજાની જોડીએ લોકોને ઘણા હસાવ્યા છે. નટુ કાકાનો હંમેશા એક જ પ્રશ્ન જેઠાલાલ માટે હોય છે કે, શેઠજી હમારી સેલેરી અભી બઢા દો, નહીં તો.....

  'તારક મહેતા...માં નટુ કાકા અને બાઘા બન્ને કાકા-ભત્રીજાની જોડીએ લોકોને ઘણા હસાવ્યા છે. નટુ કાકાનો હંમેશા એક જ પ્રશ્ન જેઠાલાલ માટે હોય છે કે, શેઠજી હમારી સેલેરી અભી બઢા દો, નહીં તો.....

  15/15
 • loading...

ફોટોઝ વિશે

ટીવીનો સૌથી લોકપ્રિય શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આજે ઘર-ઘરમાં સૌથી પોપ્યુલર શૉ બની ગયો છે. સાથે આ શૉના પાત્રો પણ એટલા જ ફૅમસ છે. આ નાના બાળકથી લઈને વૃદ્ધ લોકોને પસંદ પડે એવો શૉ છે. બધા જ પાત્રોએ લોકોનું ઘણુ મનોરંજન કર્યું છે અને લોકોને ખૂબ હસાવીને પેટ પકડતા કરી દીધા છે. આજે અમે વાત કરવાના છીએ નટવરલાલ પ્રભાશંકર ઉનધાઈવાલા એટલે નટુ કાકાની. એમનું નામ ઘનશ્યામ નાયક છે. તો જાણીએ કેવી રીતે એમની જિંદગી બદલાઈ ગઈ..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK