TMKOCમાં એવું તો શું થયું કે દર્શકો થયા નારાજ, ટ્વીટ કરીને દર્શાવી નારાજગી

06 April, 2021 06:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે આ શૉનો જાદૂ થોડો ઓછો થતો જોવા મળે છે. આ શૉના દર્શકોએ સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદો લખવાની શરૂ કરી દીધી છે.

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા

કૉમેડી શૉ `તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)ના કેટલાક દર્શકો સેમ પેટર્નથી તો કેટલાક આમાં અવેયરનેસવાળી વાતોનો મારો થવાથી પરેશાન થઈ ગયા છે. શૉના દર્શકોએ સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદો લખવાની શરૂ કરી દીધી છે.

ટીવીના જાણીતા કૉમેડી શૉ `તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)છેલ્લા કેટલાય વર્ષોથી લોકોનો ફેવરિટ બનેલો છે. શૉમાં મોટાભાગે કોઇક ને કોઇક કારણસર ચર્ચામાં છવાયેલો રહે છે. ટીવી શૉઝની ટીઆરપીની લિસ્ટમાં પણ આ શૉ અનેક વાર ટૉપ-5માં જગ્યા બનાવી ચૂક્યું છે. પણ હવે આ શૉનો જાદૂ થોડો ઓછો થતો જોવા મળે છે. આ શૉના દર્શકોએ સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદો લખવાની શરૂ કરી દીધી છે.

આ છે લોકોની ફરિયાદ
તાજેતરમાં જ આ શૉમાં કેટલાક એવા ફેરફાર થયા છે જેને કારણે સોશિયલ મીડિયા પર અનેક દર્શક આ શૉને લઈને ફરિયાદ કરતા જોવા મળ્યા છે. લોકોનું કહેવું છે કે `તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા` ક્વૉલિટી હવે પહેલા જેવી નથી રહી. લોકોએ સીરિયલના ડિરેક્ટરને ટૅગ કરતા પોતાની ફરિયાદ પોસ્ટ કરી છે. જુઓ કેટલાક ટ્વીટ...

સૌથી નીચેના લેવલ પર
અહીં એક યૂઝરે લખ્યું છે, "શૉ કૉમેડીના મામલે હવે પોતાના સૌથી નીચેના લેવલ પર પહોંચી ગયો છે...કોઈ સ્ટેટમેન્ટ અને સીન વારંવાર રિપીટ કરવાની આદત જ્યારે કોઇ નવું ગ્રુપ જૉઇન કરે છે... ખૂબ જ ખરાબ રીત છે ચીવિંગ ગમ બનવાનો... ક્વિટ?"

સેમ ટૂ સેમ જોઇને બધાં કંટાળી ગયા
આ સિવાય એક યૂઝરે કહ્યું કે તે શૉના પાત્રોનું જીવન સેમ ટૂ સેમ જોઇને કંટાળી ગયા છે, તે તેમાં કેટલાક ફેરફાર જોવા માગે છે, જેમ કે, `પોપટલાલ`ના લગ્ન કે પછી `તારક` અને `અય્યર`ના બાળકો.

આમાં હાસ્ય નથી
એક ફેનને તો લખ્યું છે કે, "આ શૉનું નામ બદલી દેવું જોઇએ કેમ કે હવે આ શૉમાં હાસ્ય તો રહ્યું નથી. જે દિવંગત શ્રી તારક મેહતાજી પોતાની સ્ટોરીઝમાં વ્યક્ત કરતા હતા. સામાજિક જાગૃકતાના નામે તમે કૉમેડી મિસ કરી રહ્યા છો."

શું શૉમાં થશે ફેરફાર?
તો હવે જોવાની વાત એ છે કે દર્શકોની ફરિયાદની મેકર્સ પર કેટલી અસર થાય છે. શૉમાં કંઇ ફેરફાર થશે કે નહીં? આ તો સમય જણાવશે પણ એ તો નક્કી છે કે આ શૉને લોકો એટલો પોતાનો માનવા લાગે છે કે આ શૉ જરાય પણ બૉરિંગ થવું તેમને હેરાન કરી દે છે.

entertainment news television news indian television taarak mehta ka ooltah chashmah