તારક મેહતાના 4 જણ થયા કોરોના સંક્રમિત, શૂટ પર પડશે અસર?

15 April, 2021 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૉના સેટ પર 110 લોકોના RT-PCR ટેસ્ટ થયા હતા, તેમાંથી 4 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા છે. પ્રૉડ્યૂસર આસિત મોદીએ જણાવ્યું કે 15 દિવસના લૉકડાઉનનું શૂટ અને શૉ પર શું અસર પડશે?

તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા (ફાઇલ ફોટો)

સીરિયલ તારક મેહતા કા ઊલ્ટા ચશ્માના એક્ટર મંદાર ચંદવાડકર થોડોક સમય પહેલા જ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. હવે શૉના સેટ પર 110 લોકોના RT-PCR ટેસ્ટ થયા હતા, તેમાંથી 4 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા છે. પ્રૉડ્યૂસર આસિત મોદીએ જણાવ્યું કે 15 દિવસના લૉકડાઉનનું શૂટ અને શૉ પર શું અસર પડશે?

આસિત મોદીએ આ રીતે કર્યું રિએક્ટ
પ્રૉડ્યૂસર આસિત મોદીએ શૂટિંગ બંધ થવા પર, બહાર જઈને શૂટ કરવા પર અને સેટ પર 4 જણના કોરોના પૉઝિટીવ હોવા પર આજતક સાથે વાત કરી. આમાં તેમણે જણાવ્યું કે, "શૂટ માટે બહાર જવાની કોઈ પૉસિબિલિટી અમે વિચારી નહોતી કારણકે 3-4 દિવસ પહેલા જે ગાઇડલાઇન્સ આવી હતી તેનાથી એ નહોતું લાગતું કે શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કારણકે તે ગાઈડલાઇન્સ પ્રમાણે અમારે સેટ પર બધાના RT-PCR ટેસ્ટ કરવાના હતા તો અમે બધાના ટેસ્ટ કર્યા અને અમારે ત્યાં 4 જણ પૉઝિટીવ આવ્યા. પણ તેમને અમે પહેલાથી જ હોમ ક્વૉરન્ટિન કર્યું હતું."

"ટેસ્ટના સમયે તેમનામાં કેટલાક સિમ્ટમ્સ હતા. અમે ફ્રાઇડે એટલે કે 9 એપ્રિલના બધાનો ટેસ્ટ કર્યો, તેમાંથી 4 પૉઝિટીવ છે અને તે ઘરે છે. હાલ તેમાંથી કેટલાક એક્ટર છે અને કેટલાક પ્રૉડક્શનના લોકો છે. પણ સેટ પર અન્ય બધાના રિપૉર્ટ નેગેટિવ આવ્યા છે. આમ તો અમે બધા શૂટિંગ દરમિયાન સેફ્ટીનું ધ્યાન રાખતા હતા. જો કોઇ સહેજ પણ  બીમાર છે તો અમે તેને શૂટ પર આવવાની ના પાડી દેતા હતા, જે કોરોના પૉઝિટીવ આવ્યા છે તે શૉમાં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહ અને કેટલાક પ્રૉડક્શનના લોકો છે. મેન આર્ટિસ્ટમાં કોઇ નથી પણ જે પૉઝિટીવ છે તે બધાં હાલ હૉમ ક્વૉરન્ટીનમાં છે અને બધાં સ્વસ્થ છે."

શૂટિંગ પર પ્રતિબંધ અંગે શું કહ્યું આસિત મોદીએ?
શૂટિંગ પર પ્રતિબંધ મૂકવા અંગે આસિત મોદીએ કહ્યું કે, "પહેલા ગાઈડલાઇન્સ હતી કે બધાને RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપૉર્ટ આવ્યા પર શૂટની પરવાનગી હશે. પણ હવે 15 દિવસ માટે શૂટ બંઘ રહેશે અમે વિચાર્યું હતું કે જો શૂટ કરવાની પરમિશન મળશે તો અમે બાયો બબલ ક્રિએટ કરીને શૂટ કરી શકીશું. કારણકે એન્ટરટેઇન્મેન્ટ જ લોકો માટે સ્ટ્રેસ ઘટાડવાની રીત છે. પણ હું સરકાર સાથે સંપૂર્ણ રીતે સહેમત છું કારણકે તેમને સિચ્યુએશન વધારે સારી રીતે ખબર છે અને તેઓ જે નિર્ણય લેશે તે બધાના સારા માટે હશે કારણકે સેફટી સૌથી ઉપર છે."

શું થશે મુંબઇની બહાર શૂટ?
બહાર જઈને શૂટ કરવા અને બૅક એપિસોડ્સ વિશે વાત કરતા આસિત મોદીએ કહ્યું, "અમે અત્યાર સુધી બહાર જઈને શૂટ કરવા વિશે કંઇ વિચાર્યું નથી. ન તો કોઇ પ્લાન કર્યું છે પણ પછી વિચારવું પડશે કે શું કરીએ. કારણકે આર્ટિસ્ટ અને પ્રૉડક્શની સહેમતિ પણ હોવી જરૂરી છે. કારણકે બધાની સેફ્ટી સૌથી વધારે જરૂરી છે. બહાર જવાનું ઑપ્શન સારું છે પણ તે પણ વિચારીને નિર્ણય લેવાનો રહેશે. કેમકે વર્કર જે છે તે ડેઇલી વેજેસ પર છે તો તેમનું પણ નુકસાન થશે. અમારી પાસે હાલ 1 અઠવાડિયાથી બૅન્ક એપિસોડ્સ છે તેના પછી જોઇએ શું નિર્ણય લેવામાં આવશે."

television news indian television entertainment news taarak mehta ka ooltah chashmah