શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માટે આતુર સુનીલ ગ્રોવર

04 August, 2022 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીલ ગ્રોવર પોતાના કૉમિક ટાઇમિંગથી લોકોને ખૂબ હસાવે છે. સાથે જ તેના ચહેરાનાં એક્સપ્રેશન પણ જોવાલાયક હોય છે

શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, સુનિલ ગ્રોવર

શાહરુખ ખાનની ‘જવાન’ અને અમિતાભ બચ્ચનની ‘ગુડબાય’માં સુનીલ ગ્રોવર જોવા મળવાનો છે. ડિરેક્ટર ઍટલીની આ ફિલ્મમાં શાહરુખની સાથે સાઉથની ઍક્ટ્રેસ નયનતારા પણ જોવા મળશે. સુનીલ ગ્રોવર પોતાના કૉમિક ટાઇમિંગથી લોકોને ખૂબ હસાવે છે. સાથે જ તેના ચહેરાનાં એક્સપ્રેશન પણ જોવાલાયક હોય છે. ગુથ્થી અને ડૉક્ટર ગુલાટીનાં તેનાં પાત્ર ઘર-ઘરમાં ફેમસ છે. સુનીલ ભલે કૉમેડી કરવા માટે પ્રખ્યાત હોય પરંતુ તેણે કેટલાક સિરિયસ રોલ પણ ભજવ્યા છે. સૈફ અલી ખાન સાથે આવેલી વેબ-સિરીઝ ‘તાંડવ’માં પણ તેણે કામ કર્યું હતું. તેને જે પણ ઑફર આ‍વી છે એનાથી તે ખુશ અને સંતુષ્ટ છે. શાહરુખ અને અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ વિશે સુનીલ ગ્રોવરે કહ્યું કે ‘યોગ્ય સમય આવશે ત્યારે હું એના વિશે વાત કરીશ. હા, હું એ ફિલ્મોમાં કામ કરી રહ્યો છું અને તેમની સાથે કામ કરવા માટે આતુર છું.’

entertainment news sunil grover Shah Rukh Khan amitabh bachchan television news indian television