13 February, 2026 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપાલીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં ‘ધુરંધર’ બે વખત થિયેટરમાં જોઈ છે.
રણવીર સિંહની ‘ધુરંધર’ ગયા વર્ષે રિલીઝ થઈને કમાલ દેખાડી ચૂકી છે અને હવે ફિલ્મની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે રિલીઝ થવાની છે ત્યારે ‘અનુપમા’ સ્ટાર રૂપાલી ગાંગુલીએ રિલીઝ પહેલાં જ સીક્વલનાં કેટલાંક દૃશ્યો જોઈને એના વિશે જાહેરમાં રિવ્યુ આપ્યો છે. હકીકતમાં રૂપાલી ગાંગુલીનો ભાઈ વિજય ગાંગુલી ‘ધુરંધર : ધ રિવેન્જ’માં કોરિયોગ્રાફર તરીકે કામ કરી રહ્યો છે. તેણે ‘ધુરંધર’ના સુપરહિટ ગીત ‘શરારત’ અને વાઇરલ ટ્રૅક ‘FA9LA’ને પણ ડિઝાઇન કર્યો છે.
હાલમાં જ રૂપાલીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં ‘ધુરંધર’ બે વખત થિયેટરમાં જોઈ છે. ઘણી અદ્ભુત ફિલ્મ છે. હું બીજા ભાગની રાહ જોઈ શકતી નથી. ગઈ કાલે જ મેં એના કેટલાક સીન્સ જોયા. વિજય એડિટિંગ કરી રહ્યો હતો અને તેણે મને શૉટ બતાવ્યો. જબરદસ્ત શૉટ હતો. મેં એને રિવાઇન્ડ કરીને ફરી બતાવવા કહ્યું. આ સીક્વલની દરેક ફ્રેમ કમાલની છે.’