કોરોના-પૉઝિટિવ થયા બાદ પ્લાઝમા ડોનેટ કરવાની વાત કરી રુબીનાએ

03 May, 2021 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂબીનાએ ઇન્સ્ટાગ્રામ પર આ વાતની માહિતી આપી છે

રુબીના દિલૈક પતિ સાથે

રુબીના દિલૈકે કોરોના થતાં પ્લાઝમા ડોનેટ કરવાની તૈયારી દાખવી છે. રૂબીનાએ ઇન્સ્ટાગ્રામ પર આ વાતની માહિતી આપી છે. તેની વાતોમાં સકારાત્મકતા છલકાઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને રુબીનાએ લખ્યું છે, ‘હું હંમેશાં પૉઝિટિવિટી તરફ જ જોતી આવી છું. હું હવે એક મહિના બાદ પ્લાઝમા ડોનેટ કરવાને યોગ્ય થઈ જઈશ. મારી ટેસ્ટ પૉઝિટિવ આવી છે. ૧૭ દિવસ સુધી ઘરમાં ક્વૉરન્ટીન રહેવાની છું. છેલ્લા પાંચથી સાત દિવસની અંદર જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તેમને વિનંતી છે કે તેઓ પણ કોરોના-ટેસ્ટ કરાવી લે.’

રુબીના શિમલામાં ક્વૉરન્ટીન છે અને તેનો હસબન્ડ અભિનવ શુક્લા મુંબઈમાં છે. રુબીના જલદી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરતાં અભિનવ શુક્લાએ કહ્યું હતું કે ‘હું અહીં રહેવાનો છું, કારણ કે રુબીના શિમલામાં તેના ઘરે ક્વૉરન્ટીન છે. એથી મારે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. હાલમાં તો કોઈ તેને નહીં મળી શકે. ડરવાથી કંઈ નથી થવાનું. આપણે એને કેવી રીતે હૅન્ડલ કરવું એની માહિતી રાખવી ખૂબ જરૂરી છે. નહીં તો આપણી આસપાસના લોકો પણ ગભરાઈ જાય છે. અમે તમામ નિયમોનું પાલન કરીએ છીએ. એ ખૂબ જરૂરી પણ છે. આશા છે કે રુબીના વહેલાસર સ્વસ્થ થઈ જાય.’

coronavirus covid19 entertainment news indian television television news rubina dilaik