કોરોનાથી જલદી રિકવર થવાની ટિપ્સ આપી રુબીનાએ

20 May, 2021 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્વૉરન્ટીન વખતે તેણે કઈ બાબતો પર ધ્યાન આપ્યું હતું એનો એક વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો

રુબીના દિલૈક

રુબીના દિલૈકે પાંચ એવી બાબતો જણાવી છે કે જેનાથી કોરોના પર વહેલાસર જીત મેળવી શકાય છે. રુબીના હાલમાં જ કોરોનાથી રિકવર થઈ છે. ક્વૉરન્ટીન વખતે તેણે કઈ બાબતો પર ધ્યાન આપ્યું હતું એનો એક વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એ વિડિયોમાં તે કહી રહી છે કે ‘1. હેલ્ધી ફૂડ ખાઓ. 2. શરીરમાંથી પાણીનું સ્તર ઓછું ન થાય એની કાળજી રાખો. 3. યોગ કરો. 4. દવાઓ સમયસર લો અને 5. મ્યુઝિક સાંભળો.’

આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન રુબીનાએ આપી હતી કે  ‘હું 19 દિવસો સુધી ક્વૉરન્ટીન હતી. જોકે એ દરમ્યાન મેં આ પાંચ વસ્તુઓ પર ધ્યાન આપ્યું હતું, એના કારણે હું જલદી રિકવર કરી શકી હતી. ખાસ વાત તો એ છે કે તમારું ફેવરિટ મ્યુઝિક સાંભળો અને ખુશ રહો.’

entertainment news television news indian television tv show rubina dilaik coronavirus covid19