રોહિત શેટ્ટી કેમ થયો ઇમોશનલ?

17 September, 2021 02:50 PM IST  |  Mumbai | Harsh Desai

રોહિત શેટ્ટી હાલમાં જ ‘ડાન્સ દીવાને’ના ‘મહાસંગમ સ્પેશ્યલ’ એપિસોડમાં જોવા મળ્યો હતો

રોહિત શેટ્ટી ‘ડાન્સ દીવાને’ના સેટ પર

રોહિત શેટ્ટી હાલમાં જ ‘ડાન્સ દીવાને’ના ‘મહાસંગમ સ્પેશ્યલ’ એપિસોડમાં જોવા મળ્યો હતો. આ શોમાં તે ખૂબ જ ઇમોશનલ થઈ ગયો હતો. રોહિતે સ્ટન્ટમૅન દ્વારા શરૂઆત કરી હતી અને ત્યાર બાદ તે ડિરેક્ટર બન્યો છે. તેની ફિલ્મોના સ્ટન્ટ ખૂબ જ ખતરનાક હોય છે અને ઘણી વાર તે પોતે સ્ટન્ટ પણ કરે છે. તે સ્ટન્ટ પર આધારિત શો ‘ખતરોં કે ખિલાડી’ને હોસ્ટ કરી રહ્યો છે. આ શોના ફાઇનલિસ્ટની સાથે રોહિત ‘ડાન્સ દીવાને’માં જોવા મળશે. આ શોના સ્પર્ધક સદ્દામ અને રૂપેશે સ્ટન્ટમેન માટે એક ટ્રિબ્યુટ આપ્યું હતું. આ પર્ફોર્મન્સ જોયા બાદ ઇમોશનલ થઈને રોહિતે કહ્યું હતું કે ‘૩૦ વર્ષ થઈ ગયાં છે આ કામ કરતાં-કરતાં, ૩૦ વર્ષ. મેં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. જોકે મને ક્યારેય કામ કરતી વખતે ડર નહોતો લાગતો. હું જોશમાં આવી જતો હતો. કામમાં ઈમાનદારી હોવી ખૂબ જ જરૂરી છે. મને મારા અનુભવમાંથી એ જ શીખવા મળ્યું છે.’

entertainment news indian television television news tv show rohit shetty harsh desai