ઉત્તરાખંડને મદદ કરવા માટે રાઘવ જુયાલે કરી વિનંતી

11 May, 2021 12:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાઘવ પણ કોરોના પૉઝિટિવ થયો હતો અને નેગેટિવ થયા બાદ તે હવે તેના હોમ ટાઉનમાં જ છે

રાઘવ જુયાલ

રાઘવ જુયાલે તેના હોમ સ્ટેટ ઉત્તરાખંડને મદદ કરવા માટે અપીલ કરી છે. ઉત્તરાખંડમાં દિવસે-દિવસે કેસ ખૂબ જ વધી રહ્યા છે. રાઘવ પણ કોરોના પૉઝિટિવ થયો હતો અને નેગેટિવ થયા બાદ તે હવે તેના હોમ ટાઉનમાં જ છે. ઉત્તરાખંડમાં કેસ વધી રહેતા દવા, ઑક્સિજન, હૉસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર વગેરે જેવાની અછત પડી રહી છે. સરકારના હાથમાંથી પરિસ્થિતિ બહાર થઈ રહી છે. આથી રાઘવે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને લોકોને વિનંતી કરી હતી. વિડિયોમાં તેણે દરેક સંસ્થા, સરકાર અને અન્ય રાજ્યો પાસે મદદ માગી છે. વિડિયો શૅર કરીને રાઘવે કૅપ્શન આપી હતી કે ‘મહેરબાની કરીને ઉત્તરાખંડને બચાવો. મહેરબાની કરીને અમને બચાવો. અમારું રાજ્ય ખૂબ જ મુશ્કેલીમાં છે અને અમે સમગ્ર દેશ પાસેથી મદદ માગીએ છીએ. દરેક સરકાર, દરેક ઑર્ગેનાઇઝેશન અને દરેક વ્યક્તિ પાસે. મેડિકલ ઇક્વિમેન્ટની અમારી પાસે એટલી સપ્લાય નથી. વેન્ટિલેટર્સ, આઇસીયુ રૂમ, ઑક્સિજન, ઇન્જેક્શન વગેરે-વગેરે અમારી પાસે નથી. અમારા લોકો મૃત્યુ પામી રહ્યા છે. અમારું રાજ્ય, અમારું શહેર મૃત્યુ પામી રહ્યું છે. મહેરબાની કરીને અમને મદદ કરો. અમને મદદ મોકલો. સરકાર અને દરેક ઑર્ગેનાઇઝેશનની મદદ વગર અમારું જીવવું મુશ્કેલ બની રહેશે. અમને સપોર્ટની જરૂર છે.’

coronavirus covid19 entertainment news television news indian television