યોગ દિન નિમિત્તે શવાસન કર્યું મનીષ પૉલે

22 June, 2021 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનીષે કૅપ્શન આપી હતી કે ‘કસમથી મેં શવાસન કર્યો હતો. પ્લીઝ તમે પણ યોગ કરો. એનાં ઘણાં બધા ફાયદાઓ છે. મેં પણ પ્રયાસ કર્યો હતો. એક દિવસ હું પણ યોગ કરી શકુ છું.’

મનીષ પૉલ

મનીષ પૉલે ગઈકાલે યોગ દિવસ નિમિત્તે શવાસન કરીને પોતાનાં દિલને યોગ કર્યાની સંતુષ્ટિ આપી હતી. તેણે પોતાનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં તે યોગ મેટ પર નિરાંતથી સુતો છે. જોકે તેણે લોકોને યોગ કરવાની પણ સલાહ આપી હતી. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનીષે કૅપ્શન આપી હતી કે ‘કસમથી મેં શવાસન કર્યો હતો. પ્લીઝ તમે પણ યોગ કરો. એનાં ઘણાં બધા ફાયદાઓ છે. મેં પણ પ્રયાસ કર્યો હતો. એક દિવસ હું પણ યોગ કરી શકુ છું.’

television news indian television entertainment news manish paul international yoga day