✕

ટીવી-ઍક્ટર નંદિશ સંધુએ ૧૧ વર્ષ નાની કવિતા બૅનરજી સાથે કર્યાં બીજા લગ્ન

17 November, 2026 12:24 PM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

નંદિશ અને કવિતા બન્ને ટીવી-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં છે. કવિતા ‘તેરી મેરી ઇક જિંદડી’ અને ‘ભાગ્ય લક્ષ્મી’ જેવા શોમાં જોવા મળી ચૂકી છે જ્યારે નંદિશ અનેક ટીવી-પ્રોજેક્ટ્સનો હિસ્સો રહી ચૂક્યો છે. રિપોર્ટ પ્રમાણે નંદિશ કરતાં પત્ની કવિતા ૧૧ વર્ષ નાની છે.

નંદીશ સંધુ અને કવિતા બેનરજી

ટીવી-અભિનેતા નંદિશ સંધુ અને કવિતા બૅનરજીએ શનિવારે પશ્ચિમ બંગાળના હુગલીમાં પરંપરાગત વિધિથી લગ્ન કરી લીધાં છે. આ લગ્નસમારોહમાં પરિવારજનો અને નજીકના મિત્રો સામેલ થયા હતા. લગ્નની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવ્યાં છે. લગ્ન પહેલાં નંદિશે તેમને પ્રેમ અને આશીર્વાદ આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. બન્ને હવે જીવનના નવા તબક્કામાં પ્રવેશી રહ્યાં છે.

નંદિશ અને કવિતા બન્ને ટીવી-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં છે. કવિતા ‘તેરી મેરી ઇક જિંદડી’ અને ‘ભાગ્ય લક્ષ્મી’ જેવા શોમાં જોવા મળી ચૂકી છે જ્યારે નંદિશ અનેક ટીવી-પ્રોજેક્ટ્સનો હિસ્સો રહી ચૂક્યો છે. રિપોર્ટ પ્રમાણે નંદિશ કરતાં પત્ની કવિતા ૧૧ વર્ષ નાની છે.

નંદિશનાં આ બીજાં લગ્ન છે. આ પહેલાં તેણે અભિનેત્રી રશ્મિ દેસાઈ સાથે લગ્ન કર્યાં હતાં. ટીવીમાં સાથે કામ કરતી વખતે બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં અને ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં. આ પછી ૨૦૧૪માં તેમના અલગ થવાના અહેવાલો સામે આવ્યા હતા અને ૨૦૧૬માં બન્નેના છૂટાછેડા થઈ ગયા હતા. એ સમયે રશ્મિએ નંદિશ પર શારીરિક અને માનસિક શોષણના આરોપ લગાવ્યા હતા. આ આરોપો બાદ બન્નેના અલગ થવાની બાબત જાહેર ચર્ચાનો વિષય બની હતી.

nandish sandhu rashami desai celebrity wedding videos viral videos west bengal indian television television news social media entertainment news celebrity divorce