‘કુમકુમ ભાગ્ય’ની આશ્લેષા સાવંત કોવિડ પૉઝિટિવ

03 May, 2021 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે ઘરમાં રહીને તમામ નિયમોનું પાલન કરે છે

આશ્લેષા સાવંત

‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળેલી આશ્લેષા સાવંતને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. આ શોમાં તે મીરાના પાત્રથી ખાસ્સી ફેમસ થઈ હતી. તે ઘરમાં રહીને તમામ નિયમોનું પાલન કરે છે. ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને આશ્લેષાએ લખ્યું હતું કે ‘મારી કોવિડ-19ની ટેસ્ટ પૉઝિટિવ આવી છે. હું ડૉક્ટરની સલાહનું પાલન કરી રહી છું. ઘરમાં જ હું ક્વૉરન્ટીન છું. તમારી કાળજી લો અને સલામત રહો. અગત્યની વાત એ છે કે શાંત રહો. પ્રાર્થના અને સ્ટ્રેંગ્થ. તમારા સૌના પ્રેમ અને સપોર્ટ માટે આભાર.’

coronavirus covid19 entertainment news indian television television news tv show