રાઘવ જુયાલના સપોર્ટમાં આવ્યું ખાસલા એડ

13 May, 2021 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉત્તરાખંડમાં ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ, સિલિન્ડર અને જરૂરી મદદ પહોંચાડી

રાઘવ જુયાલ

રાઘવ જુયાલે ઉત્તરાખંડની મદદ માટે લોકોને વિનંતી કરી હતી અને હવે તેને સપોર્ટ કરતાં ખાલસા એડ આગળ આવ્યું છે. દિલ્હીની જેવી સ્થિતિ છે એવી સ્થિતિ ઉત્તરાખંડની થઈ રહી છે. આથી તેણે ઇન્સ્ટાગ્રામ પર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને દરેક ઑર્ગેનાઇઝેશન પાસે મદદ માગી હતી. જોકે સૌથી પહેલાં ખાલસા એડ તેની મદદે આવ્યું છે. તેમણે રાઘવના ઘરે ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ, સિલિન્ડર અને જરૂરી મદદ પહોંચાડી અને હવે તે ત્યાંના લોકોને એનાથી મદદ કરશે. આ વિશે ઘણા ફોટો અને વિડિયો રાઘવે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. ખાલસા એડનો આભાર માનતાં રાઘવે કહ્યું હતું કે ‘ખાલસા એડ ઇન્ડિયાનો આભાર માનવા માટે મારી પાસે શબ્દ પણ નથી. તમે ખરેખરા રક્ષકો છો. અહીંથી હું બધું સંભાળી લઈશ.’

રાઘવ જુયાલે કરેલી અપીલને લઈને મુંબઈથી પણ ઑક્સિજનનાં સિલિન્ડર નીકળી ચૂક્યાં છે.

coronavirus covid19 entertainment news television news indian television