હું ભારત અને દુબઈમાં કામ કરીશ: એરિકા ફર્નાન્ડિસ

23 January, 2023 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં તો એરિકાએ ટીવી-શો પરથી બ્રેક લીધો છે. તે મ્યુઝિક વિડિયોમાં પણ દેખાય છે

એરિકા ફર્નાન્ડિસ

એરિકા ફર્નાન્ડિસે જણાવ્યું છે કે તે ભારત અને દુબઈમાં બન્ને બાજુએ કામ કરશે. હાલમાં તો એરિકાએ ટીવી-શો પરથી બ્રેક લીધો છે. તે મ્યુઝિક વિડિયોમાં પણ દેખાય છે. તે છેલ્લે પાર્થ સમથાનની સાથે ‘કસૌટી ઝિંદગી કી’માં પ્રેરણાના રોલમાં દેખાઈ હતી. તે ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’માં દેખાઈ હતી. એરિકાને દુબઈના ગોલ્ડન વિઝા મળ્યા છે. એથી તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે દુબઈમાં શિફ્ટ થવાની છે? એનો જવાબ આપતાં એરિકાએ કહ્યું કે ‘હું ભારત અને દુબઈમાં બન્ને બાજુએ કામ કરીશ. હું દુબઈમાં પૂરી રીતે શિફ્ટ નહીં થાઉં. હું આજે પણ અહીં જ છું.’

entertainment news television news indian television star plus