જસ્મિન ભસીને કેમ બે વેબ-સિરીઝ નકારી?

21 April, 2021 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલી ગોનીની ગર્લફ્રેન્ડ બોલ્ડ સીન કરવા માટે રાજી નહીં હોવાથી તેણે બે પ્રોજેક્ટ માટે ના પાડી દીધી

જસ્મિન ભસીન

રિયલિટી શો ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝનથી ફરી પાછી લાઇમલાઇટમાં આવી ગયેલી જસ્મિન ભસીનને બે વેબ-સિરીઝની ઑફર થઈ, પણ એ બન્ને વેબ-સિરીઝ તેણે નકારી કાઢી હતી. આ બે વેબ-સિરીઝમાંથી એક તો એકતા કપૂરની અલ્ટ-બાલાજી ડિજિટલ પ્લૅટફૉર્મ માટેની હતી. જસ્મિને જે વેબ-સિરીઝ નકારી એ બન્નેમાં તે લીડ રોલમાં હતી અને એ પછી પણ તેણે વેબ-સિરીઝની ના પાડી એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ જ કે એ બન્ને સિરીઝમાં જસ્મિનનું કૅરૅક્ટર બોલ્ડ હતું અને તેણે બોલ્ડ સીન કરવાના હતા. જસ્મિન નથી ઇચ્છતી કે અત્યારના તબક્કે તે એવી કોઈ વેબ-સિરીઝ કરે જેને લઈને તે વિવાદમાં આવે.

અલી ગોનીની ગર્લફ્રેન્ડ તરીકે અત્યારે વધારે ચર્ચામાં રહેતી જસ્મિન વેબ-સિરીઝ કરવા ઇચ્છે છે, પણ તે એવા સબ્જેક્ટ કરવા માગે છે જે ફૅમિલી સાથે બેસીને જોઈ શકાય. આ જ કારણસર તેણે જેકોઈ પ્રોડક્શન-હાઉસને પ્રોજેક્ટ કરવાની ના પાડી છે એ બધા સાથે સ્પષ્ટતા પણ કરી લીધી છે કે ફૅમિલી એન્ટરટેઇનર સબ્જેક્ટ હોય તો હું કરવા રાજી છું.

entertainment news indian television television news tv show jasmin bhasin