હું મારા પપ્પાને મન એકદમ જ અમૂલ્ય છું : ઉર્વશી રાઉતેલા

20 June, 2021 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું નજીકના લોકો સાથે ફાધર્સ ડે સેલિબ્રેટ કરીશ. તેમને માટે આ યાદગાર દિવસ રહેશે. હું એક ગર્વિષ્ઠ પિતાની દીકરી છું. મારા પિતાએ મને પોતાની કદર કરવાનું શીખવાડ્યું છે. 

હું મારા પપ્પાને મન એકદમ જ અમૂલ્ય છું : ઉર્વશી રાઉતેલા

ઉર્વશી રાઉતેલાનું કહેવું છે કે હું જ્યારે સર્વોત્તમ હોઉં ત્યારે મારા પપ્પાની દીકરી હોઉં છું. તેના પિતા મનવર સિંહે તેને પોતાને મહત્ત્વ આપવાની શિખામણ આપી છે. આજે ફાધર્સ ડે નિમિત્તે પિતાને યાદ કરતાં ઉર્વશીએ કહ્યું કે ‘હું જ્યારે સૌથી શ્રેષ્ઠ રૂપમાં હોઉં છું ત્યારે હું મારા પિતાની દીકરી હોઉં છું. મારા પિતાએ મને પોતાની જાતને મહત્ત્વ આપવાનું શીખવાડ્યું છે. તેમણે મને કહ્યું હતું કે તું અસાધારણ રીતે સુંદર છે અને તેમની લાઇફમાં હું ખૂબ અણમોલ છું. હું નજીકના લોકો સાથે ફાધર્સ ડે સેલિબ્રેટ કરીશ. તેમને માટે આ યાદગાર દિવસ રહેશે. હું એક ગર્વિષ્ઠ પિતાની દીકરી છું. મારા પિતાએ મને પોતાની કદર કરવાનું શીખવાડ્યું છે. 

television news entertainment news indian television urvashi rautela