નાગપુરમાં હૉસ્પિટલ શરૂ કરી ગુરમીત ચૌધરીએ

12 May, 2021 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

1000 બેડની હૉસ્પિટલ પટણા અને લખનઉમાં શરૂ કરવાનો પણ ગુરમીતનો પ્લાન છે

ગુરમીત ચૌધરીએ શરૂ કરેલી હૉસ્પિટલ

ગુરમીત ચૌધરીએ નાગપુરમાં મેકશિફ્ટ હૉસ્પિટલની શરૂઆત કરી છે. કોરોના વાઇરસ સામે લડવા માટે તેણે આ પગલું લીધું છે. સોનુ સૂદથી પ્રેરિત થઈને તેણે લોકોની મદદ કરવાનું નક્કી કર્યું છે. હૉસ્પિટલ વિશે વાત કરતાં ગુરમીત ચૌધરીએ કહ્યું હતું કે ‘ડૉક્ટર સૈયદ વજહતાલી અને તેમની ટીમ સાથે મળીને કોવિડ કૅર હૉસ્પિટલને લૉન્ચ કરવાની મને ખુશી છે. આસ્થા ડેડિકેટેડ કોવિડ હૉસ્પિટલ નાગપુરની પારડીના એચ. બી. ટાઉનમાં આવેલી છે. નાગપુરની આસપાસના લોકોને મદદની જરૂર છે આથી આવા વધુ સેન્ટર બનાવવા માટે હું લોકોને મદદ કરવા માટે અપીલ કરું છું.’

coronavirus covid19 entertainment news television news indian television gurmeet choudhary