રેવ પાર્ટી મામલે પોલીસે પૂછેલા સવાલોના જવાબમાં એલ્વિશ યાદવે પાર્ટીની આખી ઘટનાનો કર્યો ખુલાસો

18 March, 2024 05:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Elvish Yadav Rave Party Case: નોઈડા પોલીસે એલ્વિશ યાદવની પૂછપરછ કરી છે. આ પૂછપરછમાં એલવીશે સાપ અને ઝેરના આરોપોનો જવાબ આપ્યો છે.

એલ્વિશ યાદવ

Elvish Yadav Rave Party Case: ઉત્તર પ્રદેશ સ્થિત ગૌતમ બુદ્ધ નગર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ એલ્વિશ યાદવે કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે. સૂત્રોએ આ દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નોઈડા પોલીસે બિગ બોસ ફેમ એલ્વિશને 5 મહત્વના પ્રશ્નો પૂછ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એલ્વિશ યાદવે સ્વીકાર્યું છે કે તે પાર્ટી (Elvish Yadav Rave Party Case)માં સાપ અને સાપના ઝેરનો ઓર્ડર આપતો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પૂછપરછ દરમિયાન એલ્વિશને આ પાંચ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. નોંધનીય છે કે રવિવારે પોલીસે એલ્વિશને આ મામલે પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાંથી તેને જેલ મોકલી દેવામાં આવ્યો. કોર્ટે એલ્વિશને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

નોઈડા પોલીસ દ્વારા એલ્વિશને પૂછવામાં આવ્યું કે શું તમે સેક્ટર 51માં આયોજીત રેવ પાર્ટી વિશે જાણો છો? જેના જવાબમાં એલ્વિશ યાદવે જણાવ્યું હતું કે હા, હું જાણતો હતો કે આવી પાર્ટીઓ વારંવાર થાય છે. પોલીસે બીજો સવાલ એ કર્યો કે તે પાર્ટીમાં સાપને શા માટે મંગાવવામાં આવ્યાં હતાં? એ સાપોને મોકલવામાં તમારું નામ પણ સામે આવ્યું છે. આ વિશે તમારું શું કહેવું છે? જેના જવાબમાં આ બિગ બૉસ ફેમ એલ્વિશ યાદવે કહ્યું હતું કે રેવ પાર્ટીઓમાં સાપ પણ લાવવામાં આવે છે. એ સાપ ઝેરી નથી હોતા, એમને ગળામાં મૂકીને લોકો મજા માણે છે. 

આ ઉપરાંત ત્રીજો સવાલ પોલીસે પૂછ્યો કે શું તમે પાર્ટી માટે સાપની વ્યવસ્થા કરી હતી? ઉત્તરમાં એલ્વિશ યાદવે કહ્યું કે રાહુલે મને કહ્યું એટલે મેં માત્ર સાપવાળાનો સંપર્ક કરી આપ્યો હતો.  મને ખબર નથી કે તેમની વચ્ચે શું વાત થઈ હોય. પોલીસ ચોથો સવાલ કર્યો હતો કે પાર્ટીમાં મળેલા 20 MLસાપના ઝેરનું તેઓ સાપ ઉપરાંત શું કરે છે? જેના જવાબમાં યુટ્યુબરે કહ્યું કે કેટલાક લોકો સાપના ડંખ દ્વારા તે સાપના ઝેરને નશો તરીકે પણ લે છે, પાર્ટી દરમિયાન કેટલાક લોકોની આ વ્યથા છે, પરંતુ મને ખબર નથી કે તે સાપના ઝેરનું શું કરવાનું હતું. આ સિવાય પોલીસે પૂછ્યું કે તમે તે પાર્ટી અને તેના આયોજકોને કેવી રીતે ઓળખે છે? જવાબમાં એલ્વિશ યાદવે કહ્યું કે હું તેને આવી કેટલીક પાર્ટીઓમાં મળ્યો છું. હું ઘણીવાર મારા વિડિયો શૂટ માટે તે લોકો દ્વારા સાપ મેળવતો હતો.

આ પહેલા ડીસીપી નોઈડાએ જણાવ્યું હતું કે સ્નેક વેનમના સંબંધમાં નોંધાયેલા કેસની પોલીસ સ્ટેશન સેક્ટર-20માં તપાસ કરવામાં આવી રહી છે.તપાસ દરમિયાન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી મળેલા રિપોર્ટમાં સ્નેક વેનોમની પુષ્ટિ થઈ છે. પુરાવાના આધારે આરોપી એલ્વિશ યાદવને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

Bigg Boss entertainment news new delhi noida delhi police